ગુજરાત
News of Saturday, 21st May 2022

બોરિદ્રા-માંડણ ગામ વચ્ચે મશીનરી ભરેલો ટેમ્પો પલ્ટી ખવડાવી નુકશાન કરનાર ચાલક સામે ફરિયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના બોરીદ્રા અને માંડણ ગામ વચ્ચે એક આઇસાર ટેમ્પો પલ્ટી ખાઇ જતાં અંદર ભરેલી મશીનરી અને ટેમ્પાને નુકશાન થતાં માલિકે ચાલક સામે ફરિયાદ આપી છે
મળતી માહિતી અનુસાર કરણ હરસુખ ચાવડા(,રહે.શ્રી હરી પાર્ક નવાવાસ , માધાપરતા , ભુજ , કચ્છ )ની ફરિયાદ મુજબ તેમનો આઈસાર ટેમ્પો ભુજ થી મશીનરી ભરી ઓરિસ્સા જઈ રહ્યો હતો ત્યારે ટેમ્પો નો ચાલક મણીલાલ મંગલ યાદવ નાઓએ આઇસર ટેમ્પો નં . GJ - 15 - AT - 3911 પુરઝડપે અને ગફલતભરી રીતે હકારી લાવી બોરીદ્રો અને માડણ ગામની વચ્ચે રોડ ઉપર પલ્ટી ખવડાવી ગાડીને તથા તેમા ભરેલ મસીનરીને નુકશાન પોહોંચાડી ગાડી સ્થળ પર મુકી નાસી જતાં રાજપીપળા પોલીસે ટેમ્પો ચાલક સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

(11:34 pm IST)