ગુજરાત
News of Saturday, 21st May 2022

વડોદરા:લગ્ન પ્રસંગો દરમ્યાન મોડીરાત સુધી ડીજે વગાડવાની બાબતે ધીંગાણું થતા પોલીસ ફરિયાદ

વડોદરા: લગ્ન પ્રસંગો દરમિયાન મોડી રાત સુધી વાગતા ડીજે આસપાસના લોકો માટે મુસીબતનું કારણ બનતા હોય છે અને આવા ડીજે બંધ કરાવવા લોકો પોલીસની મદદ માગતા હોય છે. ગોરવા વિસ્તારની એક ખાનગી હોસ્પિટલ નજીક ગઈ મોડીરાત્રે મોટેથી ડીજે વાગતું હોવાથી આસપાસના રહીશોને તકલીફ થતી હતી. જેથી કોઈ વ્યક્તિએ પોલીસ કંટ્રોલરૂમને જાણ કરતા ગોરવા પોલીસને તપાસ કરવા સૂચના આપવામાં આવી હતી. ગોરવા પોલીસે તપાસ કરતા શાંતિનગર સોસાયટી માં એક લગ્ન પ્રસંગ દરમિયાન ડીજે વાગી રહ્યું હતું. જેથી પોલીસે ડીજે બંધ કરાવી ડીજે ઓપરેટર કરણ અજીત સિંહ રાણા (ગંગાનગર વસાહત, ગોરવા) ની અટકાયત કરી જાહેરનામાના ભંગ બદલ ડીજે સિસ્ટમ કબજે લીધી હતી.

(6:18 pm IST)