ગુજરાત
News of Thursday, 21st January 2021

વડોદરામાં લગ્નના બે વર્ષ પછી પતિએ બીમારી માટે નાણાંની જરૂરિયાત બતાવી પત્ની પાસેથી દહેજ પેટે 2 લાખ માંગી શારીરિક માનસિક ત્રાસ આપતા પોલીસ ફરિયાદ

વડોદરા:શહેરના બાપોદ વિસ્તારમાં રહેતી 24 વર્ષીય યુવતી દક્ષાબેન(નામ બદલ્યું છે)ના લગ્ન ત્રણ વર્ષ પહેલા પ્રહલાદ ભાઈ પરમાર (રહે- કૃષ્ણનગર,વડોદરા) સાથે સમાજના રીતરિવાજ મુજબ લગ્ન થયા હતા તેમને સંતાનમાં એક દીકરો પણ છે. 

બાપોદ પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે, લગ્નના બે વર્ષ બાદ મારા પતિએ જણાવ્યું હતું કે, સિકલસેલની બીમારી હોવાથી તારી સાથે પૈસા માટે લગ્ન કર્યું છે તથા તારા પિતાજીએ દહેજમાં કશું દીધું નથી તેમ કહી રોકડા રૂપિયા 2 લાખની માંગ કરી હતી અને જો રૂપિયા નહીં લાવે તો ચેનથી રહેવા નહીં દઉં તેમ કહી અવાર નવાર મારઝુડ કરી શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો હતો. ફરિયાદના આધારે બાપોદ પોલીસે પ્રહલાદ પરમાર વિરૂદ્ધ દહેજ પ્રથા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(5:03 pm IST)