ગુજરાત
News of Thursday, 21st January 2021

સુરત અને તાપી જિલ્લામાં 2746 જેટલા વેપારી એકમોની તોલમાપ ખાતા દ્વારા ચકાસણી કરાઈ

કાયદાના ભંગ બદલ 43 વેપારી/એકમો સામે કેસ કરી 19,500નો દંડ વસૂલ કરાયો

સુરત : ગ્રાહકો પાસેથી છાપેલી કિંમત કરતા વધુ કિંમત લેવી, વજન કરતા ઓછુ આપવું જેવી અનેક રીત રસમો અપનાવીને ગ્રાહકો સાથે છેતરપીડી કરનારાઓ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. સૂરત અને તાપી જિલ્લાની મદદનીશ નિયંત્રક કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષાના નિરિક્ષકોએ ડિસેમ્બર-2020ના મહિના દરમિયાન તોલમાપ કાયદાનો ભંગ કરનારા કસૂરવાર વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ઘરી છે. મદદનીશ નિયંત્રક કાનુની માપ વિજ્ઞાન ગ્રાહક સુરક્ષા અધિકારી બી.આર.વિશાણાના માર્ગદર્શન હેઠળ કચેરીના જુનીયર/સીનીયર નિરીક્ષકો દ્વારા વેપારી/એકમોની ઓચિંતી તપાસણી કરી વજનમાપ તથા પી.સી.આર. કાયદાના ભંગ બદલ 43 વેપારી/એકમો સામે કેસ કરી રૂા.19,500નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

સુરત અને તાપી જિલ્લાના 2746 વેપારી એકમોની ચકાસણી અને મુંદ્દાદનની કામગીરી હાથ ધરી રૂા.27,62,926ની સરકારી ફી વસુલ કરવામાં આવી હતી. બે મોબાઈલ કોર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરતના અડાજણ પાટીયા ખાતે મોબાઈલ કોર્ટ દરમિયાન 19વેપારી એકમો પાસેથી પ્રોશીકયુશન કેસ કરી રૂા.11000 નો દંડ તથા તાપી જિલ્લાના વાલોડના બુહારી ખાતે મોબાઈલ કોર્ટ દરમિયાન 20 વેપારીઓ એકમો સામે કેસ કરી રૂા4000નો દંડ સ્થળ પર વસુલ કરવામાં આવ્યો હતો.

ગ્રાહક સુરક્ષા ધારા હેઠળ મળેલી ફરિયાદ અનુસાર ઓકટોમ્બરમાં જહાગીર પુરા ખાતે રહેતા પાર્થ ચોટલીયાએ ઓનલાઈન ફિલપકાર્ડ દ્વારા ટીવી ખરીદ્યું હતું. ટી.વી.માં પ્રોબ્લેમ હોવાથી વોરંટી હોવા છતા રીપેરીગ કરી ન આપતા કચેરી દ્વારા ફિલપકાર્ડ અને વીમા કંપનીને નોટીશ ઈસ્યુ કરતા ફિલપકાર્ટ દ્વારા તેઓને ટી.વીની કિંમતના 70 ટકા લેખે રૂા.27999ની રકમ પરત કરવામાં આવી હતી. બીજા બનાવમાં મનિષા અશોકભાઈ પડસાલાની ફરિયાદ મુજબ નિધી ડાયમંડ તરફથી જી.એસ.ટી. નંબર મેળવવા માટે સિક્યુરીટી ડિપોઝીટ પેટે રૂા.20,000 જમા કરાવેલ હતા જે બે વર્ષમાં પુરા થતા રીફંડ કરવાના હોય તે કરેલ ન હતા. જેથી વાણિજયક વેરા અધિકારી નાનપુરાને નોટીસ ઈસ્યુ કરતા ફરીયાદીને સિકયુરીટી ડિપોઝીટ પેટેના રૂા.20 હજાર ડિસેમ્બરમાં પરત કરવામાં આવ્યા હતા.

(1:49 pm IST)