ગુજરાત
News of Saturday, 20th January 2018

એન્જીનીયરીંગમાં હવેથી ૩ ઇન્ટર્નશીપ અને વોકેશનલ પ્રોજેકટ ફરજીયાત

એન્જીનીયરોમાં વધી બેકારીને કારણે ચિંતીત બનેલ ઓલ ઇન્ડીયા કાઉન્સીલ ફોર ટેકનીકલ એજયુકેશનએ ૭પ ટકા હાજરીના નિયમને તિલાંજલી આપી પ્રોજેકટોમાં થતી ગોખણપટ્ટી દુર કરવા કોલેજાને સુચના આપી છે કે એન્જીનીયરીંગ અભ્યાસના ૪ વર્ષમાં વિદ્યાર્થીઓએ ફરજીયાત ૩ ઇન્ટર્નશીપ કરવી પડશે. જે વિદ્યાર્થીઓ અત્યાર સુધીના પ્રોજેકટ તૈયાર કર્યા છે તેને દરેક સેમેસ્ટરમાં વોકેશનલ પ્રોજેકટ ફરજીયાત કરવામાં આવ્યો છે. જા આ બંન્ને કરવામાં વિદ્યાર્થી નિષ્ફળ રહેશે તો તેને ડીગ્રીથી વંચીત રહેવું પડશે. નોંધનીય છે કે નેશનલ સેમ્પલ સર્વે ઓફીસે કરેલા સર્વેમાં એન્જીનીયરીંગ ક્ષેત્રે બેકારી વધી રહી હોવાનું ચિત્ર સ્પષ્ટ થયું છે. જેનું મુળ કારણ ગોખણપટ્ટીવાળો અભ્યાસ છે. આથી એઆઇસીટીઇએ બીઇ-બીટેકની કોલેજાને આ તાકીદ કરી છે.

(6:17 pm IST)