વડોદરામાં સ્કૂટરની ડિકીમાં વિદેશી દારૂ વેચવા ઉભેલ આરોપીને મકરપુરા પોલીસે ઝડપી પાડયો
વડોદરા:સ્કૂટરની ડીકીમાં વિદેશી દારૃ મુકીને વેચાણ માટે ઉભેલા આરોપીને મકરપુરા પોલીસે ઝડપી પાડયો છે.જ્યારે દારૃ આપનાર આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
મકરપુરા પોલીસનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો.તે દરમિયાન માહિતી મળી હતી કે,જાંબુઆ પાણીની ટાંકી પાસે ધનલક્ષ્મી સોસાયટી નજીક પવન પાટિલ નામનો શખ્સ એક્ટિવામાં વિદેશી દારૃ લઇને ઉભો છે,અને દારૃ સગેવગે કરવાની પેરવીમાં છે.જેથી,પોલીસે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા ત્યાં નરસિંગ ઉર્ફે પવન સુરેશભાઇ પાટિલ (રહે.સાંઇસમર્થ સોસાયટી,માણેજા ક્રોસિંગ પાસે ) મળી આવ્યો હતો.સ્કૂટરની ડીકીમાંથી વિદેશી દારૃની ૧૧ બોટલ કિંમત રૃપિયા ૩,૩૦૦ ની મળી આવી હતી.સ્કૂટર બાબતે પવન પાટિલને પૂછતા તેણે જણાવ્યું હતું કે, આ સ્કૂટર મકરપુરા જશોદા કોલોની પાસે ડાહીબાનગરમાં રહેતા સુરેશ ટેકબહાદુર થાપાનું છે.દારૃ અંગે તેણે જણાવ્યુ ંહતું કે,આ દારૃ સુરેશ થાપાનો છે.અને તેણે વેચાણ કરવા માટે મને આપ્યો છે.પોલીસે પવન પાટિલ સામે ગુનો દાખલ કરી સુરેશ થાપાની શોધખોળ હાથ ધરી છે.