News of Monday, 19th July 2021
કઠલાલ-કપડવંજ રોડ નજીક સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં એક શખ્સ ગંભીર રીતે ઈજાગ્રસ્ત
નડિયાદ : કઠલાલ-કપડવંજ રોડ ઉપર આવેલ પોરડા ગામના પીકઅપ સ્ટેન્ડ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં શનિવારની મોડી રાતે એક અજાણ્યા વાહન ચાલકે પોતાનુ વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી એક અજાણ્યા પુરુષને અડફેટ મારી હતી. વળી અજાણ્યા પુરુષ પરથી વાહન પસાર થતાં અજાણ્યો પુરુષનુ માથુ ચગદાઇ જતા ચપટુ થઇ ગયુ હતુ અને શરીરના અન્ય ભાગોના માંસના લોચા બહાર આવી ગયા હતા.
આ બનાવ અંગે યશવંતકુમાર સોમાભાઇ બારૈયાએ કઠલાલ પોલીસ મથકે અજાણ્યા વાહન ચાલક વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.જ્યારે કઠલાલ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
(5:46 pm IST)