ગુજરાત
News of Thursday, 19th May 2022

મોડીરાત્રે ગાંધીનગરમાં IAS અધિકારીને ત્યાં કેન્દ્રીય એજન્સીના દરોડા !: IT અથવા ED હોવાની ચર્ચા

કોઈ જુના કેસમાં દરોડા પડ્યા હોવાની અટકળ : ક્યાં અધિકારી પર તવાઈ : દરોડાની વાત અંગે નથી મળી રહ્યું સત્તાવાર સમર્થન

ગાંધીનગર : મોડીરાત્રે ગાંધીનગરમાં કોઈ IAS અધિકારીને ત્યાં દરોડા પડ્યાની ભારે ચર્ચા જાગી છે,ગુજરાતના એક IAS અધિકારીના ત્યાં મોડી રાત્રે દરોડાની ચર્ચા જાગી છે

ચર્ચાતી વિગત મુજબ કેન્દ્રીય એજન્સી ત્રાટકી હોવાની અટકળો છે IT અથવા ED હોવાની વિગત પણ ચર્ચાઈ રહી છે

 ચર્ચાતી વિગત મુજબ જૂના કેસ સંબંધે દરોડા પડ્યાની પાટનગરમાં ચર્ચા છે જોકે આ લખાઈ છે ત્યાં સુધીમાં આ દરોડાની વાત અંગે સત્તાવાર સમર્થન મળી રહ્યું નથી

ગાંધીનગરમાં એક IASના ત્યાં તપાસ ચાલી રહી હોવાની ચારેબાજુ ચર્ચા છે આ દરોડા સંદર્ભે  મોડી રાત્રે અધિકારીઓના મોબાઇલ રણક્યા છે અને  અધિકારી વર્ગમાં એક જ વાત, કયા અધિકારીને ત્યાં તવાઇ છે તેની પુચ્છા થઇ રહી છે સંભવત  શુક્રવાર સવાર સુધીમાં ચિત્ર સ્પષ્ટ થાય તેવી શક્યતા છે

 

(12:45 am IST)