રાજપીપળા ખાતે ACB ના છટકામાં 30,000 ની લાંચ લેતા ઝડપાયેલ સર્વે RFO ના એક દિવસના રિમાન્ડ બાદ જેલભેગા કર્યા
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા વન વિભાગમાં સર્વે આર.એફ. ઓ તરીકે ફરજ બજાવતા અને ભરૂચ એસિબિના છટકામાં લાંચ લેતા પકડાયેલા શખ્સની તપાસ પંચમહાલ એ.સી.બી.ને સોંપવામાં આવી હતી જેમાં એક કોર્ટમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડ બાદ જેલ ભેગા કરાયા છે
ભરૂચ એ.સી.બી.પીઆઈ એસ.વી.વસાવા પાસેથી મળતી માહિતી અનુસાર પરેશભાઈ ડાહ્યાભાઈ પટેલ,સર્વે આર.એફ.ઓ.,નાયબ વન સંરક્ષકશની કચેરી. નર્મદા વન વિભાગ એ સ્થળ પર જઈ સર્વે કરી અભિપ્રાય તૈયાર કરી માટે રૂ।.૩૦, ૦૦૦-ની લાંચની માંગણી કરેલી જેમાં એ.સી.બી. ભરૂચે લાંચના છટકાનું આયોજન કરતા આર.એફ. ઓ પરેશ પટેલે અને નિશાર રસુલ મેર, લાકડાનો છુટક ધંધો કરનાર (ખાનગી વ્યક્તિ)ને લાંચની રકમ આપવા જણાવતા બંને શખ્સોએ એકબીજાના મેળાપીપણામાં લાંચ માંગી સ્વિકારી પકડાઈ ગયા બાદ
આ કેસની તપાસ પંચમહાલ એસિબિ ને સોંપાઈ જેમાં તેને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા બાદ રિમાન્ડ પૂર્ણ થતાં આ આર.એફ. ઓ ને હાલ જેલ ભેગા કરાયા છે.