ગુજરાત
News of Thursday, 19th May 2022

ડેડીયાપાડા તાલુકાના બોરીપીઠા ગામમાંથી બોગસ ડોક્ટરને ઝડપી પાડતી એલ.સી.બી નર્મદા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : પ્રશાંત સુંબે , પોલીસ અધિક્ષક નર્મદા નાઓના માર્ગદર્શન અને સુચના મુજબ જીલ્લામાં કોવીડ -૧૯ મહામારીના કપરા સમય દરમ્યાન બોગસ સર્ટીના આધારે તબીબી સારવાર કરતા ડોક્ટરોને ઝડપી પાડવાની સુચના અને માર્ગદર્શન અનુસંધાને એ.એમ.પટેલ ,પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.નર્મદા નાઓએ એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસોને જીલ્લામાં આવી પ્રવૃતિથી સંકળાયેલ બોગસ ડીગ્રી ધરાવતા ઇસમોની વોચ રાખી કાયદેસરની કાર્યવાહી કરવાની સુચના અનુસંધાને બી.જી.વસાવા પો.સ.ઇ. એલ.સી.બી. તથા અ.હે.કો. અશોક્ભાઇ તથા હે.કો.દુર્વેશભાઇ તથા હે.કો. યોગેશ ભાઇ તથા હે.કો.ક્રુષ્ણાભાઇને બાતમી મળેલ કે ડેડીયાપાડા પો.સ્ટે . વિસ્તારના બોરીપીઠા ગામે એક ઇસમ દવાખાનું ચલાવે છે જે બાતમી આધારે પી.એચ. સી ખેડીપાડા ખાતેથી મેડીકલ ઓફીસર ડો. હેતલબેન ભીમસીંગભાઇ નાયક નાઓને સાથે રાખી ડેડીયાપાડા પો.સ્ટે.ના બોરીપીઠા ગામે એક ઇસમ તબીબી ડીગ્રી અને લાયકાતના સર્ટી વગર દવાખાનુ ખોલી તબીબી પ્રેક્ટીસ કરતા હોવાની જણાયેલ જે દવાખાના ઉપર રેડ કરતા સુજીત પધ્માલોયન બિસ્વાસ (હાલ રહે . બોરીપીઠા તા.ડેડીયાપાડા જી.નર્મદા મુળ રહે.કેવડી બજાર ફળીયુ , તા.ઉમરપાડા જી.સુરત તેમજ મુળ રહે.બલ્લેબપુર તા.શાંતિપુર જી.નદિયા ( વેસ્ટ બંગાળ ) નાનો દવાખાનુ ચલાવતો હોવાનું જણાઇ આવેલ જેને મેડીકલ ડીગ્રી કે સર્ટી અંગે પુછપરછ કરતાં આવા કોઇ સર્ટી નહી હોવાનું જણાવતા એલોપેથીક ટેબલેટો તથા પોઇન્ટ ચઢાવવાના બોટલો , સીરીંજ ( નીડલો ) ઇન્જેકશનો , તથ ગુળીઓ તથા મેડીકલ પ્રેક્ટીસ કરવા અંગેની સાધન સામગ્રી સહિત કુલ્લે કિ .૪૨,૩૯૯.૬૬ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આ બોગસ ડોક્ટર વિરૂધ્ધ ડેડીયાપાડા પો.સ્ટે.માં ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

(10:32 pm IST)