ગુજરાત
News of Thursday, 19th May 2022

વડોદરા:સાત કરોડના આઈ.ડી.ના કેસમાં પીસીબીએ વધુ બે આરોપીની ધરપકડ કરી હોવાની માહિતી

 વડોદરા:સાત કરોડના ક્રિકેટ આઇ.ડી.ના કેસમાં પીસીબી પોલીસે વધુ બે આરોપીની ધરપકડ કરી છે.ગઇકાલે પકડાયેલા મુખ્ય સૂત્રધારે આંગડિયા  પેઢી મારફતે કરેલા નાણાંકીય વ્યવહારો અંગે પોલીસે ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરી છે. આઇ.પી.એલ.ની મેચ  પર રમાડવામાં આવતા ક્રિકેટ સટ્ટાના કેસમાં પીસીબી પોલીસે ગઇકાલે મુખ્ય સૂત્રધાર સલમાન ગોલાવાલાને ઝડપી પાડયો હતો.સલમાનને આઇ.ડી.આપનાર સુરતના સંજય અને મુન્ના નામના શખ્સની પોલીસે તપાસ શરૃ કરી છે.આ આરોપીઓને સુરતની પોલીસ પણ શોધી રહી છે.પરંતુ,તેઓ  પકડાયા નથી.વધુમાં સટ્ટાના નાણાંકીય વ્યવહારો આંગડિયા પેઢી મારફતે થતા હતા.જે અંગે  પોલીસે તેની વધુ પૂછપરછ હાથ ધરી છે. દરમિયાન પીસીબી પોલીસે સાત કરોડના ક્રિકેટ સટ્ટાના કેસમાં સામેલ વધુ બે આરોપીઓ (૧) ઇમરાનમીંયા મહેબૂબમીંયા શેખ (રહે.મચ્છીપીઠ,  રાવપુરા) અને (૨) અમિત મહેન્દ્રભાઇ રાણા (રહે.પાટણવાડિયા ફળિયું, ગોરવા)ની ધરપકડ કરી છે.

(6:13 pm IST)