ગુજરાત
News of Thursday, 19th May 2022

અમદાવાદમાં વિશ્‍વનું પ્રથમ લાઇવ પાણીપુરી મશીન લોન્‍ચ

અમદાવાદ તા. ૧૯: ‘શેરઇટ' દ્વારા વિશ્‍વનું સૌ પ્રથમ લાઇવ પાણીપુરી બનાવવાનું મશીન લોન્‍ચ કરવામાં આવ્‍યું છે. અમદાવાદ સ્‍થિત કંપનીએ પાણીપુરી મશીન માટે પેટન્‍ટ માટે અરજી કરી છે અને વર્ષ ર૦રપ સુધીમાં ૩૦ દેશોમાં તેની નિકાસ કરવાની યોજના ધરાવે છે.

આ અંગે વધુમાં જણાવતાં એ ઇનોવેટિવ ફુડ પ્રોડકટ્‍સ એલએલપીના સહસ્‍થાપક જયેશ પટેલે જણાવ્‍યું હતું કે, ‘‘આ મેડ ઇન ઇન્‍ડિયા મશીન આરોગ્‍યપ્રદ, તાજી અને કડક પાણીપુરી તૈયાર કરવા માટે જ બનાવવામાં આવ્‍યું છે. અમે મશીનની ટ્રાયલ રન સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી અને તેનો સારો પ્રતિસાદ મળ્‍યો હતો. હાલમાં અમે અમદાવાદમાં ૪, વડોદરામાં ર, રાજકોટમાં ર, બેંગ્‍લોરમાં ૧ અને દુબઇમાં ર મશીન લગાવ્‍યા છે. અમે તેને ફ્રેન્‍ચાઇઝી મોડલ પર આપી રહ્યા છીએ અને વર્ષ ર૦રપ સુધીમાં ૧,રપ૦ થી વધુ ફ્રેન્‍ચાઇઝી ધરાવવાનું લક્ષ્ય રાખ્‍યું છે.

(4:20 pm IST)