ગુજરાત
News of Thursday, 19th May 2022

પ્રદેશ કોઁગ્રેસના નેતાઓની નરેશ પટેલ સાથે ‘ચાઇ પે ચર્ચા’: બેઠક નિષ્ફળ રહ્નાની ચર્ચા

નરેશભાઇઍ ઍવું તો શું માંગી લીધુ કે કોîગી નેતાઓઍ બેઠક ટુંકાવી : કોઇ મગનું નામ મરી પાડતુ નથીઃ રાજકીય ચર્ચા નહિ થયાનો કોંગી નેતાઓનો દાવો

રાજકોટ, તા., ૧૯ઃ વિધાનસભા ચુંટણીના પડઘમ વાગી રહયા છે ત્યારે આજે પ્રદેશ કોîગ્રેસના નેતાઓ રાજકોટના  મહેમાન બન્યા છે અને રાજકોટમાં બપોરે ૧ કલાકે સૌરાષ્ટ્ર ઝોનની ચિંતન શીબીર શરૂ થઇ છે તે પહેલા આજે સવારે પ્રદેશ કોîગ્રેસના નેતાઓ રઘુ શર્મા, જગદીશ ઠાકોર, સુખરામ રાઠવા, પરેશ ધાનાણી સહીતના નેતાઓ ખોડલધામના પ્રણેતા નરેશભાઇ પટેલના મહેમાન બન્યા હતા અને ચા-પાણી પીધા હતા. આ અંગે જગદીશભાઇ ઠાકોરે અકિલાને જણાવ્યું હતું કે, રાજકોટમાં આવ્યા છીઍ ઍટલે નરેશભાઇ પટેલને મળ્યા છીઍ. ફકત ચા-પાણી પીધા છે કોઇ રાજકીય ચર્ચા થઇ નથી.
ત્યારે હાલમાં રાજકીય ગરમાવા વચ્ચે પ્રદેશ કોîગ્રેસના નેતાઓ અને નરેશભાઇ પટેલ વચ્ચે મીટીંગ થાય અને રાજકીય ચર્ચા ન થાય તે પણ આડ્ઢર્ય પમાડે તેવુ છે. ફકત  કર્ટસી ખાતર મુલાકાત થઇ હોવાનું ચર્ચાઇ રહયું છે. જા કે આ મુલાકાતને રાજકીય વિશ્લેષકો મહત્વની ગણી રહયા છે. 
ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે હાર્દિક પટેલ કોંગ્રેસના નેતાઓથી નારાજ હોવાથી બુધવારે તેણે રાજીનામું આપી દીધું છે. ત્યારે ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજ્યમાં કોંગ્રેસને મોટો આંચકો લાગ્યો છે. ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ રહી ચૂકેલા હાર્દિક પટેલે બુધવારે રાજીનામું આપી દીધું છે. ત્યારે આજે રાજકોટ ખાતે નરેશ પટેલના ફાર્મ હાઉસ ખાતે કોંગ્રેસના નેતાઓની બેઠક યોજાઇ હતી. 
રાજકોટ ખાતે આવેલા નરેશ પટેલના શીવાંગ ફાર્મ હાઉસમાં કોંગ્રેસના નેતા રઘુ શર્મા, લલીત કથીગરા, પરેશ ધાનાણી, અર્જુન મોઢવાડિયા, જગદીશ ઠાકોર સહિતના નેતાઓઍ નરેશ પટેલ સાથેની બેઠક નિષ્ફળ રહી હતી. આ બેઠકમાં માત્ર ૨૦ મિનિટ ચર્ચા કરી કોંગ્રેસ પ્રદેશના નેતાઓઍ ચાલતી પકડી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલના રાજીનામા બાદ આ પ્રથમ બેઠક છે. તેમ ઝી ન્યુઝનો અહેવાલ જણાવે છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર નરેશ પટેલને ગુજરાત કોંગ્રેસનું સુકાન સોંપવા અને મુખ્યમંત્રી પદ માટેની માંગણીઓ કરી હોવાની ચર્ચા થઇ હતી. જોકે આ મુદ્દે કોંગ્રેસ ગુજરાતના પ્રભારી રઘુરામ શર્મા અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે મૌન સેવી લીધું હતું. પરેશ ધાનાણીઍ જણાવ્યું હતું કે માત્ર ચા-નાસ્તો કરી શુભેચ્છા મુલાકાત કરી હતી. 
 અત્રે ઉલ્લેખનીય છે કે વિધાનસભાની ચૂંટણી લઇને કોંગ્રેસ ઍક્શન મોડમાં આવી ગઇ છે. સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓના આગેવાનોની આજે બેઠક મળી રહી છે. ઉદેપુરમાં યોજાયેલી ચિંતન શિબિર બાદ ત્યાં લેવાયેલા નિર્ણયોનો અમલ કેવી રીતે કરવો તેના વિશે બેઠકમાં ચર્ચા થશે. કૉંગ્રેસ પાર્ટી ૨૦૨૨ અને ૨૦૨૪ની ચૂંટણી માટે તૈયાર છે.

(4:35 pm IST)