ગુજરાત
News of Thursday, 19th May 2022

રાજપીપળા સંતોષ ચોકડી પાસેથી બોલેરો ગાડી માથી દારૂના રૂપિયા ૩,૫૬,૪૦૦ ના મુદ્દામાલ સાથે એકને ઝડપી પાડતી જિલ્લા,LCB

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા સંતોષ ચાર રસ્તા પાસેથી એલસીબી પોલીસે વિદેશી દારૂના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી પાડયો હતો
મળતી માહિતી મુજબ પ્રશાંત સુંબે , પોલીસ અધિક્ષક નર્મદાનાઓએ જીલ્લામાંથી દારૂના દુષણને ડામવા તેમજ અસરકારક કામગીરી કરવા માટેની કડક નિર્દેશો અને સુચનાનાં પગલે એ , એમ.પટેલ , પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. નર્મદાનાઓને બાતમી મળેલ કે એક રાખોડી કલરની બોલેરો પિકઅપ ફોર વ્હીલ ગાડી નં . GJ - 02 - CA - 1906 માં ચોર ખાનામાં ઇંગ્લીશ દારૂ સંતાડી સેલવાસથી રાજપીપલાના હરેશભાઇ ઉર્ફે હરેશ કાણીયો ધર્મશંકર ભટ્ટ નાઓએ આ દારૂ મંગાવેલ છે . જે બાતમી હકિકત આધારે એલ.સી.બી. સ્ટાફના બી.જી.વસાવા , પો.સ.ઇ. એલ.સી.બી. તથા સ્ટાફે હરસિધ્ધી માતાજીના મંદિર પાસે નાકાબંધીમાં હતા દરમ્યાન બાતમીવાળી બોલેરો પીકઅપ આવતા તેને રોકવાનો ઇશારો કરતા રોકેલ નહી અને ભાગવા લાગેલ દરમ્યાન બોલેરો પીકઅપનો પીછો કરી સંતોષ ચાર રસ્તા પાસે ઝડપી પાડી બોલેરો પીકઅપ ચાલક ધોલારામભાઇ ભગીરથરામ બિસનોઇ (ઉ.વ .૨૨) (  રહે.રતનપુરા ગામ તા.ચિત્તલવાના જી.જાલોર ( રાજસ્થાન ) ની પુછપરછ કરતાં તેમજ બોલેરો પીકઅપની ઝડતી તપાસ કરતાં ચોર ખાનામાં ઇંગ્લીશ દારૂની અલગ - અલગ બ્રાન્ડની નાની - મોટી બોટલ મળી કુલ -૧૯૬ કિ.રૂ. ૫૦,૪૦૦ તથા મોબાઇલ નંગ -૧ કિ.રૂ .૫૦૦૦ તથા રોકડ રકમ રૂ . ૧૦૦૦ તથા બોલેરો પીકઅપ -૧ કિ.રૂ. ૩,૦૦,૦૦૦ મળી કુલ્લે કિ.રૂ. ૩,૫૬,૪૦૦  ના મુદ્દામાલ સાથે બોલેરો પીકઅપ ચાલકને ઝડપી તથા પ્રોહી મુદ્દામાલ મંગાવનાર હરેશભાઇ ઉર્ફે હરેશ કાણીયો ધર્મશંકર ભટ્ટ રહે.રાજપીપલા તા.નાંદોદ જી.નર્મદા તથા મોકલનાર હનુમાનરામ અર્જુનરામ નઇ( રહે.બાંડ તા.ગુડમાલાણી જી બાડમેર) નાને ગુનાના કામે વોન્ટેડ જાહેર કરી આમલેથા પો.સ્ટે.માં ગુનો રજીસ્ટર કર્યો છે.

(10:21 pm IST)