ગુજરાત
News of Tuesday, 19th January 2021

પત્રકાર વેલફેર એસોસિએશન દ્વારા વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઇને વિદાયમાન અપાયુું

સિટી પીઆઇ એચ. જે. ભટ્ટની બદલી ખેડા જિલ્લામાં થતા તેમની કામગીરીની નોધ વલસાડની જનતા નહી ભૂલી શકે

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડ સિટી પીઆઇ એચ. જે. ભટ્ટની બદલી ખેડા જિલ્લામાં થતા તેઓ વલસાડથી વિદાય લઇ રહ્યા છે. વલસાડમાં તેમણે અનેક ઉત્કૃષ્ટ કામગીરી બજાવી હતી. જેમના માનમાં વલસાડ પત્રકાર એસોસિએસન દ્વારા તેમનો વિદાયમાન માટે એક કાર્યક્રમ યોજાયો હતો

 .આ વિદાયમાન કાર્યક્રમ જિલ્લા પોલીસ વડા રાજદિપસિંહ ઝાલાની ઉપસ્થિતિમાં પારડીની ફાઉન્ટેન હોટેલમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં ડીવાયએસપી એમ. એન. ચાવડા, ડીવાયએસપી મનોજ શર્મા, પારડી પીએસઆઇ બી. એમ. ગોહિલ, ડુંગરી પીએસઆઇ જે. એસ. રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે પત્રકાર વેલફેર એસોસિએશનના  હર્ષદ આહિર, સભ્યો અપૂર્વ પારેખ, કાર્તિક બાવીસી, મુકેશ દેસાઇ, નિમેષ પટેલ, અક્ષય કદમ, તરૂણ નાયકા, બ્રિજેશ શાહ, પ્રેમ મલાણી, ચેતન મહેતા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ડીએસપી રાજદિપસિંહ ઝાલા દ્વારા પીઆઇ ભટ્ટને પત્રકાર વેલફેર એસોસિએશન દ્વારા તૈયાર કરાવેલું પ્રશસ્તિપત્ર એનાયત કરાયું હતુ.

(10:51 pm IST)