ગુજરાત
News of Monday, 18th October 2021

વડોદરાના ગોત્રીમાં મકાનને નિશાન બનાવી ત્રણ મિત્રોના મોબાઈલ ફોન સહીત લેપટોપની ચોરી કરી ઠગ ટોળકી છૂમંતર....

વડોદરા : ગોત્રીની સંતુર સોસાયટીમાં રહેતા ત્રણ મિત્રોના મોબાઇલ  ફોન અને લેપટોપ,પર્સ અને ટેબલેટ સહિત ૧.૧૪ લાખની મત્તા ચોર ટોળકી લઇ  ગઇ હતી.જે અંગે ગોત્રી પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મૂળ જૂનાગઢના અને હાલમાં ગોત્રીની સંતુર સોસાયટીમાં રહેતો સાગર ઉકાભાઇ ઝાલા અને તેના બે મિત્રો કર્ણપ્રિત અરોરા,સ્વપ્નીલ અત્રે સાથે વડોદરાની ખાનગી  કંપનીમાં નોકરી કરે છે.  

હાલમાં ત્રણેય મિત્રો લેપટોપ પર ઘરેથી જ કામ કરે છે.ગત તા.૧૫ મી ની રાત્રે દોઢ વાગ્યે અમે ત્રણેય મિત્રો ઊંઘી ગયા હતા.અને મકાનનો  પાછળનો દરવાજો ખુલ્લો રહી ગયો હતો.સવારે સાડા આઠ વાગ્યે તેઓ  જાગ્યા હતા.તે સમયે મકાનનો આગળનો દરવાજો ખુલ્લો હતો.સાગરે રૃમમાં તપાસ કરી તો તેનું અને તેના મિત્રોના ત્રણ  લેપટોપ ,બે મોબાઇલ ફોન,એક ટેબલેટ,૧૦ જોડી કપડા તેમજ બે પર્સ મળીને કુલ રૃપિયા ૧.૧૪ લાખની મત્તા નહતી.જે અંગે સાગરે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

(5:20 pm IST)