ગુજરાત
News of Sunday, 18th October 2020

રાજપીપળા ટાઉન હોલ ખાતે યોગ સંવાદનું આયોજન કરવામાં આવ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આજે રાજપીપળા ટાઉન હોલ ખાતે એક યોગ સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં ગુજરાય રાજ્ય યોગ બોર્ડ ના ચેરમેન યોગસેવક સીસપાલ જી ઉપસ્થિત રહ્યા હતા.

  સીસપાલજી ના જણાવ્યા મુજબ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ નું નિર્માણ થયું છે.આ બોર્ડ સક્રિય થઈને સમગ્ર ગુજરાત ના દરેક જિલ્લાઓમાં યોગ બેઠકનું આયોજન કરે છે જેમાં આજે રાજપીપળા ખાતે આયોજન કરાયું છે

 .બોર્ડ દ્વારા ગુજરાત ના દરેક જિલ્લાઓ માં એક લાખ જેવા યોગ ટ્રેનર તૈયાર કરવાનું લાક્ષાંક છે.જેમના થકી ગામડે ગામડે અને દરેક સોસાયટીઓ માં યોગ વર્ગો ચાલુ થાય તો કોરોના જેવી મહામારીથી બચવા સૌ પ્રથમ પોતાની ઇમ્યુનિટી વધારવી પડશે અને એ માટે યોગ્ય એક ઉત્તમ માર્ગ છે.તેમણે તમામ યુવાનોને આહવાન કર્યું કે દરેક યુવા વર્ગ યોગ ટ્રેનર બને અને સ્વસ્થ રહે તેવી આશા વ્યક્ત કરી હતી.

(10:50 pm IST)