ગુજરાત
News of Sunday, 18th October 2020

રાજપીપળા સ્ટેશન રોડ પર આવેલી HDFC બેંકમાં મોડીરાત્રે શોર્ટ સર્કિટથી આગ: આગમાં સર્વર રૂમ સ્વાહા

સર્વર રૂમમાં અચાનક શોર્ટસર્કિટ થતા 2 એસી સહિત આખું વાયરિંગ બળીને ખાક થઈ ગયું : સદનસીબે કેસ કે અન્યને કોઈ નુકશાન થયું નથી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા ના સ્ટેશન રોડ પર આવેલી HDFC બેંકમાં ગત મોડી રાત્રે અચાનક શોર્ટસર્કિટના કારણે આગ લાગતા હાજર સિક્યુરિટી ગાર્ડ એ તુરત જવાબદાર અધિકારીને જાણ કરતા તાત્કાલિક ફાયરબ્રિગેડ બોલાવતા ફાયરફાયટરો એ ગણતરી ના સમય માં આગ પર કાબુ મેળવ્યો હતો જેમાં રોકડ સહિત મોટું નુકશાન થતા અટક્યું હતું.પરંતુ બેંક ના સર્વર રૂમ માં શોર્ટસર્કિટ થયુ હોવાથી સર્વર રૂમના બે એસી અને આખું વાયરિંગ બળી ને ખાક થયું હતું.તેમ બેંક મેનેજર આકાશ સેલરે જણાવ્યું હતું. ઘટના બાદ રાજપીપળા પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળ ની કાર્યવાહી કરી રહી છે.

(10:42 pm IST)