ગુજરાત
News of Friday, 18th September 2020

કેશુભાઇ પટેલને કોરોનાઃ હોમ કવોરન્ટાઇન

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ તેમના પુત્ર સાથે ટેલિફોનીક વાતચીત કરી સમાચાર જાણ્યા : ગુજરાતના અનેક રાજકીય નેતાઓ કોરોના વાયરસનો શિકાર બન્યાઃ સંખ્યા ૨૧ જેટલી

અમદાવાદ તા. ૧૮: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા કેશુભાઇ પટેલને કોરોના પોઝીટીવ થયાનું બહાર આવ્યુ છે. તેમના કેર ટેકર પણ કોરોના પોઝીટીવ થયા છે. કેશુભાઇ પટેલને કોરોના થતા તેઓ હોમ કવોરન્ટાઇન થયા છે અને ગાંધીનગર સ્થિત તેમના નિવાસસ્થાને સારવાર લઇ રહ્યા છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કેશુભાઇના પુત્ર ભરતભાઇ સાથે ટેલિફોનીક વાતચીત કરી તબિયત જાણી હતી અને કેટલાક સૂચનો કર્યા હતા. છેલ્લા કેટલાક સમયથી તેમની તબિયત નાદુરસ્ત રહેતી હતી અને તેમણે રિપોર્ટ કરાવ્યો જેમાં કોરોના પોઝીટીવ હોવાનું બહાર આવ્યુ હતું.

ગુજરાતમાં અત્યાર સુધીમાં ૧૫ જેટલા ધારાસભ્યો, પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, કેન્દ્રીય ગૃહમંત્રી શાહ, પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી, રાજ્યસભાના સાંસદ અભયભાઇ ભારદ્વાજ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સહિત ૨૧ જેટલા નેતાઓ કોરોનાનો શિકાર બન્યા હતા.

(2:43 pm IST)