ગુજરાત
News of Thursday, 18th August 2022

રાજ્યનુ ચૂંટણી પંચ સંપૂર્ણ પણે ઇલેકશન મોડમાં: રાજ્યના 33 જિલ્લામાં 13 સિનિયર સનદી અધિકારીઓની મતદાર યાદી ઓબ્ઝર્વર તરીકે નિમણૂક

કચ્છ અને મોરબી જિલ્લા ની જવાબદારી આર.એસ નીનામાને સોંપાઇ: જુનાગઢ, ગીર સોમનાથ અને અમરેલીની જવાબદારી આલોકકુમાર પાંડે(.એમડી ટુરીઝમ કોર્પોરેશનન)ને સોંપાઇ: જાણો ક્યાં જિલ્લાની કોને સોંપાઈ જવાબદારી

રાજ્યનુ ચૂંટણી પંચ સંપૂર્ણ પણે ઇલેકશન મોડમાં આવ્યું છે , રાજ્યના 33 જિલ્લામાં 13 સિનિયર સનદી અધિકારીઓની મતદાર યાદી ઓબ્ઝર્વર તરીકે નિમણૂક કરાઇ કરાઈ છે જેમાં વડોદરા, ખેડા અને આણંદ જિલ્લાની જવાબદારી 2005 ની બેચના રંજીત કુમારને સોંપાઇ છે 

  જયારે અમદાવાદ અને ગાંધીનગરની જવાબદારી કે, કે, નિરાલા (કમિશનર વુમન એન્ડ ચાઇલ્ડ )ને અને બનાસકાંઠા ,પાટણ અને મહેસાણા ની જવાબદારી 2006 ની બેચના જૈનુ દેવન સુપ્રિન્ટેન્ટ ઓફ સ્ટેમ્પને સોંપાઇ છે

આ ઉપરાંત જુનાગઢ, ગીર સોમનાથ અને અમરેલીની જવાબદારી  આલોકકુમાર પાંડે .એમડી ટુરીઝમ કોર્પોરેશનને સોંપાઇ છે જયારે દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જુનાગઢ ની જવાબદારી જીપીસીબીના ચેરમેન આર બી બારોટને સોંપાઇ છે તેમજસુરત અને તાપી જિલ્લાની જવાબદારી રમ્યા મોહન મિશન ડાયરેકટર નેશનલ હેલ્થ મિશન ગાંધીનગરને સોપાઇ  છે 

રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લાની જવાબદારી 2007 ની બેચના દિલીપકુમાર રાણા ડાયરેક્ટ ડેવલપમેન્ટ ને સોપાઇ છે અને  સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગર નો હવાલો ભાર્ગવી આર. દવે એમડી ગુજરાત લાઇવલી વુડ મિશનને સોંપાઇ છે
કચ્છ અને મોરબી જિલ્લા ની જવાબદારી આર.એસ નીનામાને સોંપાઇ છે તેમજ  ભરૂચ અને નર્મદા જિલ્લાની જવાબદારી રતન કંવર ચારણ ગઢવીને સોપાઇ છે,
બોટાદ અને ભાવનગર જિલ્લાની જવાબદારી નાગરાજન. એમ ડાયરેક્ટર ઓફ હાયર એજ્યુકેશન ગાંધીનગરને સોપાઇ છે,
પંચમહાલ દાહોદ અને છોટાઉદેપુર ની જવાબદારી બી.કે .પારેખ એમડી ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનને સોપાઇ છે

(6:43 pm IST)