ગુજરાત
News of Thursday, 18th August 2022

અમદાવાદની હોસ્પિટલમાં સારવાર બાબતે દર્દીના સંબંધીએ ડોક્ટર સાથે મારામારી કરતા પોલીસ ફરિયાદ

અમદાવાદ: સરસપુર શારદાબહેન હોસ્પિટલમાં સારવાર બાબતે દર્દીના સગાએ ડૉક્ટર સાથે મારા મારી કરી હતી. પોલીસ કેસ નહી કરવાનું કહીને પાંચ શખ્સોએ સિક્યુરિટી ગાર્ડને ચાકુ બતાવીને ડરાવીને તેમની સાથે મારા મારી કરી હતી અને પથ્થર મારો કરીને તોડફોડ કરી હતી. આ બનાવમાં સિક્યુસિટી ગાર્ડ ઘાયલ થયો હતો. આ ઘટના અંગે શહેકોટડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.  આ કેસની વિગત એવી છે કે અસારવાર એમએલએ ક્વાટર્સની બાજુમાં ન્યું નારાયણ નગર સોસાયટીમાં રહેતા અને સરસપુર શારદાબહેન હોસ્પિટલમાં  સિક્યુરિટી ઇન્ચાર્જ તરીકે નોકરી કરતા હર્ષદભાઇ જશુભાઇ હડીયેલ (ઉ.વ.૨૯)એ  શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે દર્દીના સગા અને ડોક્ટર વચ્ચે સારવાર બાબતે તકરાર થયા બાદ મારા મારીનો બનાવ બન્યો હતો. જેથી તેઓ સામે પોલીસ કેસની કાર્યવાહી કરવા માટે ફરિયાદીને કહેતા આરોપીઓ ઉશ્કેરાઇ ગયા હતા અને પાંચ શખ્સોએ સિક્યુરિટી ગાર્ડને ચાકુ બતાવીને ડરાવીને તેમની સાથે મારા મારી કરી હતી એટલું જ નહી પથ્થર મારો કરીને તોડફોડ કરી હતી જેથી મોડી રાતે હોસ્પિટલમાં દોડધામ મચી જવા પામી હતી આ બનાવમાં સિક્યુસિટી ગાર્ડ ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટના અંગે શહેકોટડા પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

(4:28 pm IST)