ગુજરાત
News of Thursday, 18th August 2022

16 વર્ષીય કિશોરીને લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધી તરછોડી દેનાર વડોદરાના રીક્ષા ચાલકની ધરપકડ

વડોદરા: ૧૬ વર્ષની કિશોરીને લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધી રીક્ષા ડ્રાઇવરે કાનની કડીઓ પડાવી લીધી હતી.જે અંગે કિશોરીની માતાએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં  ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, જંબુસરના એક ગામમાં  રહેતી ૧૬ વર્ષની કિશોરીને રાહુલ નામના યુવક સાથે પ્રેમ સંબંધ હતો.રાહુલ  અગાઉ જંબુસરમાં જ રહેતો હતો.અને  રીક્ષા ડ્રાઇવિંગ કરતો  હતો.પરંતુ,ત્યારબાદ રાહુલ કામ માટે જંબુસર છોડીને વડોદરા  આવી ગયો હતો.અને માંજલપુર વડસર બ્રિજ  પાસે રહેતો  હતો.કિશોરીએ રાહુલને પોતાની કાનની સોનાની કડીઓ આપી હતી.જેથી,તે કોઇ કામ ધંધો સેટ કરી શકે.પરંતુ,કિશોરીની માતાને આ કડીઓ ગૂમ થયાની જાણ થઇ ગઇ હતી.જેથી,કિશોરી રાહુલ પાસે તેણ  સોનાની કડીઓ પરત માંગી હતી.રાહુલે કડીઓ લેવા માટે કિશોરીને વડોદરા બોલાવી હતી.સોનાની કડીઓ લેવા માટે નાછૂટકે કિશોરી વડોદરા આવી હતી.ખિસકોલી સર્કલ  પાસે બ્રિજ નીચે રાહુલે કિશોરીની મરજી વિરૃદ્ધ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો.કિશોરીએ કડીઓ માંગતા રાહુલે જણાવ્યું હતું કે, સોનાની કડીઓ મે  વેચી દીધી છે.અને મારી  સગાઇ અન્ય  કિશોરી સાથે થઇ જતા હવે મારે તારી સાથે સંબંધ રાખવો નથી.જેથી,કિશોરી માંજલપુર પોલીસ સ્ટેશન પહોંચી ગઇ હતી.શી ટીમે કિશોરીનું કાઉન્સેલિંગ કરી તેના પરિવારને જાણ કરી હતી.જે - તે સમયે શારીરિક સંબંધ અંગે કિશોરીએ માતાને જાણ કરી નહતી.પરંતુ,ત્યારબાદ જાણ કરી હતી.જેથી,કિશોરીની માતાએ આ અંગે માંજલપુર  પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા એ.સી.પી.એસ.બી  કુંપાવતની સૂચના મુજબ પોલીસે  ગુનો દાખલ  કરી રાહુલ મોહનભાઇ વસાવા (રહે.વડસર બ્રિજ પાસે,વડોદરા,મૂળ રહે.જંબુસર) ને ઝડપી પાડયો છે.પોલીસે આરોેપી રાહુલ અને ભોગ બનનાર કિશોરીના મેડિકલ ચેક અપ કરાવ્યા છે.

(4:27 pm IST)