ગુજરાત
News of Thursday, 18th August 2022

સુરતના લીંબાયત વિસ્તારમાં શ્રમજીવી પરિવારની આઠ વર્ષીય બાળકીને રજાના દિવસે ઓટોમાં લઇ જઈ ચાલકે છેડતી કરતા અરેરાટી મચી જવા પામી

સુરત, : સુરતના લીંબાયત વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની ધો.3 માં અભ્યાસ કરતી આઠ વર્ષીય બાળકીને ગતરોજ રજા હોવા છતાં ઘરેથી સ્કુલે લઈ જઈ સ્કુલ ઓટો ચાલકે સ્કુલ નજીક રીક્ષા ઉભી રાખી બાદમાં પાછળ બાળકી સાથે બેસી છેડતી કરી હતી. બાદમાં તે બાળકીને ઘરે મૂકી જતા બાળકીએ તેની માતાને જાણ કરી હતી. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના લીંબાયત વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની આઠ વર્ષની બાળકી છેલ્લા ચાર દિવસથી સ્કુલે ગઈ ન હોય ગતરોજ જાહેર રજાની તેના પિતાને જાણ નહોતી.આથી છેલ્લા બે માસથી તેને સ્કુલે લઈ જતા અને પરત લાવતા સ્કુલ ઓટો ( નં.જીજે-05-એવાય-3975 ) ના ચાલક મહેશ વાતુજી ખડગી ( રહે. ઘર નં.201, માનવકેંદ્રની બાજુમાં, મહાદેવ નગર, લીંબાયત, સુરત ) ને બાળકીના પિતાએ ફોન કરી સ્કુલે લઈ જવા કહેતા તે આવ્યો હતો અને રજા છે તેવી જાણ કરવાને બદલે બાળકીને લઈને ચાલ્યો ગયો હતો. તે બાળકીને રીક્ષામાં સ્કુલ પાસે લઈ ગયો હતો અને ત્યાં રીક્ષા રોડની સાઈડમાં ઉભી રાખી બાળકી પાછળ એકલી બેસી હોય તે પાછળ ચાલ્યો ગયો હતો અને રીક્ષાના બંને બાજુના પડદા પાડી બાળકીને ખોળામાં બેસાડી તેના શરીરે હાથ ફેરવી ગાલ ઉપર કીસ કરી છેડતી કરી હતી.

(4:27 pm IST)