ગુજરાત
News of Wednesday, 18th May 2022

કાંકરેજમાં ફિલ્મી દ્રશ્યો જેવો માહોલ:પત્નીની ઇચ્છા પૂરી કરવા માટે પતિએ હેલિકોપ્ટર લઈને ગામમાં કરી એન્ટ્રી

અમદાવાદના યશ પરમાર પ્રથમ વખત તેડવા માટે કાંકરેજના અરનીવાડા ખાતે આવે તો હેલિકોપ્ટર લઇને તેવી પત્નીની ડિમ્પલ પરમારની હતી ઈચ્છા: નાનકડા ગામમાં હેલિકોપ્ટર આવતાં લોકોમાં કુતૂહલ સર્જાયું

બનાસકાંઠાના કાંકરેજમાં ફિલ્મી દ્રશ્યો જેવો માહોલ સર્જાયો.પત્નીની ઇચ્છા પૂરી કરવા માટે પતિ ફિલ્મી સ્ટાઇલમાં હેલિકોપ્ટર સાથે ગામમાં પ્રવેશ કરે છે અને પત્નીને લઇ જાય છે. આ વાત છે કાંકરેજના અરણીવાડા ગામની.જ્યાં પત્નીની ઇચ્છા પુરી કરવા માટે અમદાવાદથી પતિ હેલિકોપ્ટર લઇને આવ્યો હતો.અમદાવાદથી પતિ યસ પરમાર પત્નીની ઈચ્છા પુરી કરવા હેલિકોપ્ટર લઈને આવ્યો હતો અને પત્નીને લઇ ગયો હતો..જો કે નાનકડા ગામમાં હેલિકોપ્ટર આવતા લોકોમાં કુતૂહલ સર્જાયું હતું.

બનાસકાંઠા જિલ્લામાં આવેલ કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામ ખાતે દસ દિવસ અગાઉ ડિમ્પલ પરમારના લગ્ન અમદાવાદ ખાતે રહેતા યશ પરમાર સાથે થયા હતા. તેમજ યશ પરમાર પ્રથમ વખત તેડવા માટે કાંકરેજના અરનીવાડા ખાતે આવે તો હેલિકોપ્ટર લઇને તેવી પત્નીની ડિમ્પલ પરમારની ઈચ્છા હતી. આ જ ઈચ્છાને પૂરી કરવા માટે અમદાવાદના યશ પરમારે અમદાવાદથી હેલિકોપ્ટર લઇને કાંકરેજના અરનીવાડા ખાતે આવ્યો હતો. આ નાનકડા ગામમાં હેલિકોપ્ટર આવતાં લોકોમાં કુતૂહલ સર્જાયું હતું અને લોકો હેલિકોપ્ટર જોવા દોડી આવ્યા હતા.

(12:30 am IST)