ગુજરાત
News of Wednesday, 18th May 2022

વડોદરાના રણમુક્તેશ્વર રોડ પર દારૂનો વેપલો ચલાવતા આરોપીને પોલીસે ઝડપી બિયરનો જથ્થો ઝડપી પાડયો

વડોદરા:રણમુક્તેશ્વર રોડ પર વિદેશી દારૃનો ધંધો કરતા આરોપીને પીસીબી પોલીસે ઝડપી પાડયો છે.પોલીસે આરોપી પાસેથી દારૃ અને બિયરનો જથ્થો કબજે લઇ વધુ તપાસ હાથ ધરી છે.

પીસીબી પોલીસને માહિતી મળી હતી કે,રણમુક્તેશ્વર મંદિર રોડ રામજીની ચાલીમાં રહેતો દીપસિંહ ઉદેસિંહ રાઠોડ પોતાના ઘરે વિદેશી દારૃનો જથ્થો લાવી સંતાડી રાખ્યો છે.અને એક માણસ રાખી તેનું વેચાણ કરે છે.અને હાલમાં પણ તે દારૃ વેચી રહ્યો છે.જેથી,પીસીબી પી.આઇ.જે.જે.પટેલની સૂચના મુજબ, સ્ટાફે ઉપરોક્ત સ્થળે જઇને રેડ  કરતા આરોપી રાજેશ ઉદેસિંહ  પરમાર (રહે.રણમુક્તેશ્વર રોડ,  રામજી મંદિરની ચાલી, પ્રતાપનગર) મળી આવ્યો હતો.જ્યારે દીપસિંહ રાઠોડ નહી મળતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.પોલીસે ઉપરોક્ત સ્થળે તપાસ કરતા વિદેશી  દારૃની ૨૮૮ બોટલ કિંમત રૃપિયા ૨૮,૮૦૦ તથા બિયરના ૨૪ ટીન કિંમત રૃપિયા ૨,૪૦૦ ના મળી આવ્યા હતા.પોલીસે દારૃ, બિયર અને મોબાઇલ ફોન મળીને કુલ રૃપિયા ૩૨,૨૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે.આરોપી કેટલા સમયથી દારૃ વેચતો હતો ? કોની પાસેથી લાવતો હતો ? તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

(6:37 pm IST)