ગુજરાત
News of Wednesday, 18th May 2022

સુરત:1.60 લાખના ચેક રિટર્નના કેસમાં અદાલતે આરોપીને એક વર્ષની સજાની સુનવણી કરી

સુરત:શહેરમાં ત્રણેક વર્ષ પહેલાં હાર્ડવેરની ઉધાર ખરીદીના પેમેન્ટ પેટે આપેલા 1.60 લાખના ચેક રીટર્ન કેસમાં સંડોવાયેલા આરોપીને આજે એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ કોર્ટે દોષી ઠેરવી એક વર્ષની કેદ,ફરિયાદીને ચેકની બમણી રકમ વળતર પેટે ચુકવવા હુકમ કર્યો છે. પાંડેસરા વિસ્તારમાં જયલક્ષ્મી હાર્ડવેરના ફરિયાદી સંચાલક બાબુલાલ દેવરામ ચૌધરી(રે.દક્ષેશ્વર નગર સોસાટી,પાંડેસરા) એ વર્ષ-2019માં આરોપી કૈલાશકુમાર ભેરુલાલજી લોહાર (રે.સાંઈ આશિષ એપાર્ટમેન્ટ, ઉધના) ને કુલ રૃ.1.72લાખનો ઉધાર માલ વેચાણ આપ્યો હતો.જેના પેમેન્ટ પેટે આરોપીએ આપેલા 1.60 લાખના ચેક રીટર્ન થતાં કોર્ટ ફરિયાદ નોંધાવાઇ હતી. આજે કેસની અંતિમ સુનાવણી બાદ કોર્ટે આરોપી કૈલાશકુમાર લોહારને દોષી ઠેરવ્યા હતા.

(6:36 pm IST)