ગુજરાત
News of Wednesday, 18th May 2022

સુજલામ સુફલામઃ રાજકોટ જીલ્લાના ૧૧ તાલુકાઓમાં નોડલ ઓફીસરો નિમાયા

કુલ ૭૩૫ કામો મંજૂર : તળાવ-ચેકડેમો આવરી લેવાયા

રાજકોટ તા. ૧૮: જમીનમાં પાણીનું સ્‍તર વધે અને મીઠા પાણીનો સંચય થાય તે હેતુસર રાજય સરકાર દ્વારા ‘સુજલામ સુફલામ જળ અભિયાન' અમલી બનાવવામાં આવ્‍યું છે. જે અન્‍વયે વર્ષ ૨૦૨૨ અંતર્ગત રાજકોટ જિલ્લામાં તળાવો ઊંડા કરવા, તળાવના ઓવારા સાફ કરવા, હયાત ચેકડેમોનું ડિસીલ્‍ટીંગ સહિતના જળસંચયને લગતાં જુદા જુદા વિભાગના કુલ ૭૩૫ કામો મંજૂર કરવામાં આવ્‍યા છે.
રાજકોટ જિલ્લામાં ‘સુજલામ સુફલામ જળ અભિયાન - ૨૦૨૨' અંતર્ગત જળસંચયની કામગીરીને લઈને જિલ્લાના ૧૧ તાલુકાઓમાં એક-એક નોડલ ઓફિસરની નિમણૂંક કરવામાં આવી છે. જે અન્‍વયે રાજકોટમાં  પી.આર.ઉમરાનીયા, પડધરીમાં  વાય.ડી.ભુવા, જસદણ- વિંછીયામાં  પી.ડી.ભોયા, લોધીકામાં  પી.બી.કોઠીયા, કોટડાસાંગાણીમાં જે.કે.શેઠ, ગોંડલમાં વી.ડી.નકુમ, ધોરાજીમાં શ્રી એન.સી.ખોરસીયા, જેતપુરમાં જી.કે. પોંકિંયા, ઉપલેટામાં જે.એમ.રાખસીયા અને જામકંડોરણામાં એમ.વી.મોવલીયાની નોડલ ઓફિસર તરીકે નિમણૂંક કરવામાં આવી છે.

 

(11:50 am IST)