ગુજરાત
News of Wednesday, 18th May 2022

વીસીઈની હડતાળને સરપંચ પરિષદ ગુજરાત અને તલાટી કમ મંત્રી મંડળે ટેકો આપ્યો

૧૧ મી મે થી ચાલી રહેલ જિલ્લા ગ્રામપંચાયત કોમ્પ્યુટર સાહસિક (ઓપરેટર) મંડળ ની હડતાળ યથાવત

રાજપીપળા : ગુજરાત રાજય ગ્રામ પંચાયત ઈ-ગ્રામ કોમ્પ્યુટર સાહસિક સાથે સમાન કામ, સમાન વેતન અને લઘુતમ વેતનનો ભંગ થતો હોય કમિશન પ્રથા બંધ કરાવી ફિકસ વેતનથી નિમણૂંક અપાવી સરકારી કર્મચારીનો દરજજો આપવામાં આવે તેવી વીસીઈ મંડળ દવારા માંગ કરાઈ છે જે બાબતે નર્મદા જિલ્લા ગ્રામપંચાયત કોમ્પ્યુટર સાહસિક (ઓપરેટર) મંડળ દ્વારા પણ આ આંદોલનમાં જોડાઈ માંગો બુલંદ કરી છે જે સંદર્ભે જિલ્લા વિકાસ અધિકારી ને આવેદન આપવામાં આવ્યું હતું હવે આ હડતાળને સરપંચ પરિષદ ગુજરાત અને તલાટી કમ મંત્રી મંડળ દ્વારા ટેકો જાહેર કરાયો છે

વીસીઈની મુખ્ય માંગોમાં કમિશન પ્રથા બંધ કરીને ફિક્સ વેતન સાથે પગાર ધોરણ લાગુ કરવામાં આવે,સરકાર સાથે ૧૬ વર્ષથી વગર પગારે કામ કરતા હોય સરકારી કર્મચારી જાહેર કરીને સરકારી લાભો આપવામાં આવે,આરોગ્ય લક્ષી સુવિધા આપતા પરિવાર સહિત વિમા કવચ આપવામાં આવે છે વીસીઇને ગ્રામ પંચાયત ખાતે દબાણ થતું હોય દબાણમાં ના આવતા વીસીઈને પંચાયત દ્વારા ગમે તે સમયે કાઢી નાખવામાં આવે છે. તેમજ એમના લાગતા વળગતા લોકોને લેવા માટે વીસીઇને પંચાયત દ્વારા ગમે તે સમયે કાઢી નાખવામાં આવે છે, જે બાબતે કડક જોબ સિક્યુરીટી બાબતનો જી આર કરવામાં આવે અને સરકારની મંજુરી વગર કોઇ પંચાયત વીસીઇને કાઢી ના શકે, કોરોના મહામારીમાં મરણ પામેલ વીસીઇને આર્થિક સહાય આપવામાં આવે જેવી માંગ કરી રહ્યા છે વધુમાં નર્મદા જિલ્લા વીસીઈ પ્રમુખ નિકુંજ પટેલે જણાવ્યું હતું કે નર્મદા જિલ્લાના વીસીઈ હડતાળ માં સરપંચ પરિષદ ગુજરાત અને તલાટી કમ મંત્રી મંડળ એ ટેકો જાહેર કરતા હડતાળ વધુ મજબૂત બનશે.

(10:17 pm IST)