ગુજરાત
News of Sunday, 18th April 2021

ખુટાઆંબા ફોર વ્હીલ ના ચાલકે ગાડી બેફામ હંકારી ત્યાં શાકભાજી વેંચતા માતા,પુત્રી ને ઇજાઓ કરતા ફરીયાદ

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : નાંદોદ તાલુકના ખુટાઆંબા પાસે એક ફોર વ્હીલ ગાડી પુરપાટ લઇ જતા ચાલકે રોડની સાઈડમાં શાકભાજી વેચનાર માતા અને પુત્રી ને ઇજાઓ કરતા ગુનો દાખલ થયો છે.
પ્રાપ્ત માહિતી મુજબ ખુટાઆંબા ગામા પાસે ફોર વ્હીલ ગાડી બેફામ હાંકરી જતા હંસરાજ વસાવા રહે.ખુટા આંબા,તા.નાંદોદ નાઓ એ ખુટાઆંબા ગામના બસ સ્ટેન્ડ પાસે રોડની સાઇડમાં શાકભાજી વેચતા જસીબેન સગ્રામભાઇ વસાવા અને તેમની પુત્રી જયના સુગ્રામભાઇ વસાવા બન્ને રહે. ખુટાઆંબાને અથાડી ઇજાઓ કરતા સગ્રામભાઇ બચુભાઇ વસાવાએ રાજપીપળા પો.સ્ટે.માં ફરિયાદ કરતા પોલીસે હંસરાજ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.

(11:01 pm IST)