ગુજરાત
News of Thursday, 17th September 2020

અમદાવાદ દરિયાપુરના ધારાસભ્‍ય ગ્‍યાસુદીન શેખ ચુંટણી કમીશ્નરને રૂબરૂ મળ્‍યાઃ સ્‍થાનિક સ્‍વરાજયની ચુંટણીના સંચાલન વ્‍યવસ્‍થા અંગે રજુઆતઃ હાલની પરિસ્‍થિતિ અંગે ચુંટણી પંચને વાકેફ કરાયા

અમદાવાદઃ દરિયાપુરના ધારાસભ્‍ય ગ્‍યાસુદીનભાઇ શેખ ચુંટણી કમીશ્નરને રૂબરૂ મળ્‍યા હતા. તેમણે સ્‍થાનિક સ્‍વરાજયની ચુંટણીના સંચાલન વ્‍યવસ્‍થા અંગે રજુઆત કરી હતી અને હાલની પરિસ્‍થિતિ અંગે ચુંટણી પંચને વાકેફ કરાયા હતા.

ઉલ્લેખનીય છે કે, અગાઉ તેમણે હાઇકોર્ટના મુખ્ય રજીસ્ટ્રારને પણ પત્ર લખીને રજૂઆત કરી હતી. રાજય ચુંટણી કમિશનરને સુપ્રત કરેલાં પત્રમાં ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે  જણાવ્યું હતું કે, હાલમાં કોરોના મહામારીનો કપરો કાળ ચાલી રહ્યો છે તેવા સંજોગોમાં રાજ્ય ચુંટણી આયોગ દ્વારા રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ 6-મહાનગરપાલિકા (અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને જામનગર) 56-નગરપાલિકાઓ, 31-જીલ્લા પંચાયત (ખેડા અને બનાસકાંઠા સિવાય તમામ) અને 231-તાલુકા પંચાયતની મુદત પુરી થાય છે, જેની સામાન્ ચુંટણી ઓકટોબર અને ડિસેમ્બરમાં યોજવાની કામગીરી ચાલુ કરાઇ છે અને તે અંગે સિમાંકન અને રોટેશનના પ્રાથમિક જાહેરનામાઓ પણ બહાર પાડી દેવાયા છે.

તેમણે  વધુમાં કહ્યું છે કે, જો ચુંટણીનો કાર્યક્રમ જાહેર કરાશે તો રાજકીય પક્ષો, આગેવાનો, ઉમેદવારો તેમજ કાર્યકર્તાઓ દ્વારા ચુંટણીલક્ષી વિવિધ પ્રવૃત્તિઓ, પ્રચાર-પ્રસાર વગેરે પણ વધી જાય તે સ્વાભાવિક છે. તદ્દઉપરાંત ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા પાયાના અધિકારીઓ, કર્મચારીઓની પણ સંબંધેની કામગીરીઓમાં સંક્રમિત થવાની સંભાવના ખૂબ છે. જો કે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા રાજકીય પક્ષો તેમજ અન્ હિસ્સેદારો સાથે કોઈ પરામર્શ પણ શરૂ કર્યો નથી.

રાજ્ય ચુંટણી પંચ અન્ પૂર્વ તૈયારીઓની સાથે કોવિડ-19 મહામારીના સંદર્ભમાં કોઈ વિચારણા પણ કરેલ હોય તેવી પ્રતિત થાય છે અને ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલ તમામ એકમો તથા હિતસંબંધ ધરાવનારાઓના દ્રષ્ટિકોણને ધ્યાને લીધા સિવાય કે વિચારણા કર્યા વિના એકપક્ષીય રીતે સૂચનાઓ જારી કરી ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવે તો તે આદર્શ સૂચનાઓ અન્વયે ક્ષેત્રિય કક્ષાએ અનુરૂપ પાલન કરાવવાની વ્યવહારૂ મુશ્કેલીઓ તેમજ તટસ્ અમલવારીના અભાવે લોકશાહી પ્રક્રિયા પણ દુષિત થઈ શકે તેમજ મોટા પ્રમાણમાં સંક્રમણ વધવાની અને જનસમૂહના જીવ જોખમમાં મૂકાવાની પૂરી શક્યતા રહેલ છે.

ચુંટણીઓ યોજવામાં આવે તો જાહેરાતના સમયથી લઈને પરીણામ સુધી એટલે કે 30-35 દિવસ સુધી રાજકીય નેતાઓ અને કાર્યકર્તાઓ ચુંટણી લડવા અને જીતવા માટેના પ્રયાસો કરશે. તેના માટે રાજકીય નેતાઓ, કાર્યકર્તાઓ અને નાગરિકો સીધી રીતે જાહેર સભાઓ નહીં કરે તો પણ રસ્તાઓ ઉપર નીકળીને પ્રચાર કરશે, ઘરે-ઘરે ફરીને બધાને મળશે જેના કારણે કોરોનાને શહેરો, ગામો અને ગલીઓ સુધી ફેલાતો કોઈ રોકી શકશે નહીં. તાજેતરમાં રાજ્યમાં રાજકીય નેતાઓ દ્વારા 2-4 રેલીઓ યોજવામાં આવી તેના પરીણામ સ્વરૂપ નેતાઓ તો સંક્રમિત થયા પરંતુ રાજ્યના મુખ્ શહેરોમાં કોરોનાની સંક્ર્મણ ફેલાવતી ચેઈન તોડવા વેપારીઓએ વેપાર-ધંધા સ્વયંભુ બંધ કરવાની ફરજ પડી છે.

જો રાજ્યની મહાનગરપાલિકાઓ, જીલ્લા પંચાયતો, નગરપાલિકાઓ અને તાલુકા પંચાયતની ચુંટણી યોજવામાં આવશે તો ભયાનક પરિસ્થિતિ રાજ્યમાં આવશે તેને કોઈ રાજકીય નેતાઓ કે કાર્યકર્તાઓ બચાવી શકશે નહીં.

ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે  રાજ્ય ચૂંટણી પંચ સમક્ષ રજૂઆત કરતાં વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજવા બાબતે ખૂબ સંવેદનશીલ રહીને યોગ્ તેમજ વ્યવહારૂ ઉપાયો અખત્યાર કરવા જરૂરી છે, અન્યથા રાજ્યમાં ભયાનક સંક્રમણની પરિસ્થિતિ સર્જાય તેવી શક્યતા નકારી શકાય નહીં. જેથી વિશાળ હિતને યોગ્ પરીપ્રેક્ષ્યમાં લક્ષમાં લેવા રજૂઆત કરી હતી.

(9:58 pm IST)