ગુજરાત
News of Thursday, 17th September 2020

કાલે ધો. ૧૦ ની પુરક પરીક્ષાનું પરિણામ

રાજકોટના પ હજાર મળી સમગ્ર રાજયમાં ૧ લાખથી વધુ છાત્રોનું પરિણામ

રાજકોટ તા. ૧૭ : ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં લેવાયેલ ધો.૧૦ ની પુરક પરીક્ષાનું પરીણામ તા.૧૮ ના જાહેર થશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમીક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે ધો.૧૦ માધ્યમીક પ્રમાણપત્ર પુરક પરીક્ષા ઓગસ્ટ ર૦ર૦માં જે વિદ્યાર્થીઓ એક અથવા બે વિષયમાં પરીક્ષા આપેલ છે તેનુ પરિણામ ગુણ પત્રકો  તથા માર્ચ ર૦ર૦ની પરીક્ષાના ઉતીર્ણ થયેલા ઉમેદવારોના પ્રમાણપત્રો તા.૧૮ ના જીલ્લા કક્ષાએ પહોંચાડવામાં આવશે જિલ્લા કક્ષાએ કોવિડ ૧૯ ની વર્તમાન સ્થીતીને અનુલક્ષીને શાળાઓને તાલુકા કોર્પોરેશન વિસ્તારમાં કચેરી  વિસ્તારની વ્યવસ્થા તા. ર૧  કરશે પરિણામ અને પ્રમાણપત્રકોને લેવા વિતરણની જાણ જિલ્લા કક્ષાએ થશે રાજકોટ પ હજાર મળી કુલ ૧ લાખની વધુ છાત્રોએ ધો. ૧૦ની પુરક પરીક્ષા આપી છે.

(3:58 pm IST)