ગુજરાત
News of Thursday, 17th September 2020

ખામર ગામે મહિલાને ઇનામની લાલચ આપી ૨૬૦૦ રૂપિયા પડાવી ઠગાઈ કરનાર ઠગ વિરુદ્ધ ફરિયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ખામર ગામે એક મહિલાને ઇનામની લાલચ આપી છેતરપીંડી કરનાર વિરુદ્ધ મહિલાએ ફરિયાદ કરતા પોલીસે કાયદેસર કાર્યવાહી કરી છે.

 પ્રાપ્ત માહિતી મુજબ ખામર ગામમાં રહેતા ગુણવંતાબેન રમેશભાઇ વસાવાના ઘરે જઈ અબ્દુલ રહિમ ગુલામનબી દિવાન ( રહે. નંદવાડ ગામ,જી.ભરૂચ )એ મહિલાને ઈનામની લોભ લાલચ આપી તેમની પાસે કૂપન લેવડાવી કુપનના રૂા.100 તથા કુપનના ઈનામના રૂ.૨૫૦૦ ભરાવી રૂપિયા લઈ નાશી જઈ ઈનામ નહી આપી ગુણવંતાબેન સાથે વિશ્વાસઘાત કરી ઠગાઈ કરતા આ બાબતે આમલેથા પો.સ્ટે.માં ગુણવંતાબેને ફરિયાદ આપતા પોલીસે આ ઠગ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

(2:45 pm IST)