ગુજરાત
News of Thursday, 17th September 2020

ગુજરાતમાં ડ્રગ્સ મુંબઈથી જ ઘૂસાડવામાં આવે છે

એમડી ડ્રગ્સના આરોપીનો મોટો ખુલાસો : એમડી ડ્રગ્સની પડીકી બનાવીને અમદાવાદમાં જુદા જુદા વિસ્તારમાં ૩૫૦૦ થી ૪૦૦૦ રૂપિયામાં વેચાય છે

અમદાવાદ,તા.૧૬ : વડોદરા એકસપ્રેસ હાઈવે પાસેથી એમડી ડ્રગ્સ સાથે પકડાયેલા આરોપીઓની પુછપરછમાં કેટલાક ચોંકવનારા ખુલાસા થયા છે. જેમાં સહજાદ તેજાબવાલા અને ઇમરાન એહમદ અજમેરી મુંબઈના અફાફબાવા અને તેમના પુત્ર ફિદાની પાસેથી લાવતા હતા.પાચેય આરોપી ૧૭મી સુધી પોલીસ રિમાન્ડ પર સોંપવામાં આવ્યા છે. બીજી તરફ ક્રાઈમ બ્રાન્ચે ડ્ગ્સ માફિયાઓને પકડવા માટે બે દિવસથી મુંબઈમાં ટીમો મોકલી છે. મુંબઈના ડ્રગ્સ ડિલર પિતા અને પુત્રને દસ લાખ રૂપિયા ચુકવ્યા હોવાનું તપાસમાં બહાર આવવા પામ્યુ છે. મુંબઈના ડ્રગ્સ ડિલરો સાથે સહજાદ તેજાબવાલા તાજેતરમાં મિટીંગો કરી હતી. એમડી ડ્રગ્સ મુંબઈથી લાવીને અમદાવાદમાં એક ગ્રામની ઝીપર બેગની પડીકી બનાવીને પેડલરો મારફતે વેચાણ કરવામાં આવતુ હતુ.

             જેમાં મોટાભાગે એમડી ડ્રગ્સ એસજી હાઈવે અને કોલેજોના વિદ્યાર્થીઓ ખરીદી કરતા હોવાનું બહાર આવવા પામ્યુ છે.એમડી ડ્રગ્સના બંધાણી યુવતી થયા હોવાનું બહાર આવ્યુ. આરોપીઓને એમડી ડ્રગ્સના વેચાણ કરવા માટે મોટા માથાનું પીઠબળ હોય તે બાબતે તપાસ કરવામાં આવશે. આરોપીઓના મોબાઈલ નંબરો મેળવ્યા છે અને તેમના નંબરોના આધારે કોલડિટેઈલ કઢાવવામાં આવશે. જેના આધારે ડ્રગ્સ માફિયા અને મોટા પેડલરોની તપાસ કરવામાં આવશે. એએસઆઈ ફિરોઝ નાગોરી સાથે બીજા પોલીસ કર્મચારી કે સરકારી કર્મચારી સંડોવાયેલ હોય તે બાબતે તપાસ કરવી ખૂબ જ જરૂરી છે.સહજાદ તેજાબવાલા અને આરીફ ઉર્રેફ મુન્નો કાઝી સાથે મળીને સંખ્યાબંધ વખત એમડી ડ્રગ્સ મુંબઈથી લાવીને વેચાણ કરતા હોવાનું ખુલવા પામ્યુ છે.  વડોદરા એક્સપ્રેસ ટોલપ્લાઝા પાસેથી ૧ કરોડની કિંમતનું એમડી (મેફેડ્રોન) ડ્રગ્સને લઇને આવતા દાણીલીમડા પોલીસ સ્ટેશનના એસએચઇ ટીમના ઈન્ચાર્જ એએસઆઇ, મુખ્ય આરોપી સહજાદ અને ઇમરાન સહિત પાંચ શખસોની પોલીસે ધરપકડ કરી હતી.

(9:02 pm IST)