ગુજરાત
News of Wednesday, 17th August 2022

નર્મદા ડેમમાથી 5 લાખ ક્યુસેક પાણી છોડાતા કિનારાના ગામોના ખેતરોમાં પાણી ભરાતા પાકને નુકશાન

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : નર્મદા જિલ્લામાં આવેલા નર્મદા ડેમ અને કરજણ ડેમ માથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે જેના કારણે નર્મદા અને કરજણ નદી કાંઠા નાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા જોકે તંત્ર દ્વારા આગવી જાણ કરાઇ હતી પરંતુ નદી કિનારા નાં ખેતરોમાં પાણી ભરાઇ જતાં નાંદોદ તાલુકાના કિનારા નાં ગામોના ખેતરોમાં પાણી ગુસી જતા ખેડૂતો ને નુકશાન થયું છે જેમાં ખાસ કરીને કેળા અને કપાસ નાં ખેતરોમાં પાણી ભરાઇ જતાં મોત નુકશાનનો અંદાજ છે.
ખેડૂતોના જણાવ્યા મુજબ નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના 15 થી વધુ ગામોના નદી કિનારે આવેલા ખેતરો માં પાણી ભરાઈ જવાથી નુકશાન થયું છે.જેમાં ખાસ કરીને કેળા અને કપાસને નુકશાન થયું છે ખાસ કરીને કેળા તૈયાર હતા અને કાપવાની તૈયારી સમયેજ પાણી ગુસી હતા ખેડૂતોને મોટું નુકશાન થયું છે.

(11:07 pm IST)