ગુજરાત
News of Tuesday, 17th May 2022

પૂર્વ IPS ડી.જી. વણઝારા રાજકારણમાં કરશે એન્ટ્રી? : ટ્વિટથી નવી પાર્ટીની રચના કરવાના આપ્યા સંકેત

વણઝારાએ વધુ એક ટ્વીટ કરી કહ્યું -ગુજરાતમાં એક નવી રાજકીય પાર્ટી ખુબજ જલ્દી જાહેર કરીશ, જે આગામી ડિસેમ્બર મહિનામાં 182 સીટો પર ચૂંટણી લડશે અને ગુજરાતમાંથી ભ્રષ્ટ અને નિષ્ફળ શાસનને ઉખાડી ફેંકી દેશે

અમદાવાદ :  ગુજરાતના પૂર્વ આઈપીએસ ડી.જી. વણઝારાએ ફરી એક વખત ટ્વીટ કરીને રાજકારણમાં એન્ટ્રી કરવાના સંકેત આપ્યાં છે. છેલ્લા અમુક સમયથી વણઝારા સોશિયલ મીડિયા થકી કેન્દ્ર અને રાજ્ય સરકાર પર પ્રહાર કરી રહ્યા છે. વણઝારા વધુ એક ટ્વીટ કરી ગુજરાતના રાજકારણમાં નવાજુનીના સંકેત આપ્યાં છે 

વણઝારાએ વધુ એક ટ્વીટ કરી જણાવ્યું કે, ગુજરાતમાં એક નવી રાજકીય પાર્ટી ખુબજ જલ્દી જાહેર કરીશ, જે આગામી ડિસેમ્બર મહિનામાં 182 સીટો પર ચૂંટણી લડશે અને ગુજરાતમાંથી ભ્રષ્ટ અને નિષ્ફળ શાસનને ઉખાડી ફેંકી દેશે. મહેનત અને પરિશ્રમ રાજ્યમાં નવી રાજ સત્તાની સાથે ધર્મસત્તાનું પણ સ્થાપિત કરશે, ધર્મસત્તા રહિત રાજસત્તા અધૂરી છે. હર હર મહાદેવ..

આ પહેલા 13 મેના દિવસે વણઝારાએ ટ્વીટ કર્યું હતુ કે, ગુજરાતમાં નવા રાજકીય વિકલ્પનો ઉદય થવા જઈ રહ્યો છે. જે ડિસેમ્બર 2022માં વિજય હાંસલ કરશે અને રાજસત્તા સાથે ધર્મસત્તાની સ્થાપના કરશે. મુસ્લિમ, ઈસાઈ અને યહૂદિયોના દેશોમાં રાજસત્તા સાથે ધર્મસત્તાઓ સક્રિય છે. તો ભારતમાં કેમ નહીં ? જવાબ ગુજરાતના લોકો આપશે. ગુજરાત નવા આદર્શનો અમલ કરશે.

(11:28 pm IST)