ગુજરાત
News of Tuesday, 17th May 2022

રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ કર્મચારીઓને પગાર અનિયમિત થતાં કર્મચારીઓની હાલત દયનીય

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાની એકમાત્ર રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં વર્ષોથી અનેક સમસ્યાઓ જણાઈ છે છતાં તંત્ર કે રાજકીય નેતાઓ આ માટે કસુજ કરી શક્યા નથી ત્યારે હાલમાં કોન્ટ્રાક્ટ કર્મચારીઓનો નિયમિત પગાર ન થતાં મૂંઝવણ માં મુકાયા છે
  રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા કર્મચારીઓને માર્ચ અને એપ્રિલ મહિના નાં પગાર પૈકી માર્ચ મહિનાનો પગાર મે મહિનામાં મળ્યો જ્યારે એપ્રિલનો પગાર હજુ મળ્યો તેમ છતાં હોસ્પિટલના વડા સિવિલ સર્જન જ્યોતિ ગુપ્તાએ ટેલીફોનીક વાતમાં એમ જણાવ્યું કે પગાર તો નિયમિત થાય જ છે પગાર બાબતે કોઈ સમસ્યા નથી તો પગાર વગર આ મોંઘવારીમાં વલખાં મારતા કોન્ટ્રાક્ટ કર્મચારીઓ શું જૂઠું બોલી રહ્યા છે..? જોકે આ વાત બાદ અમે તપાસ કરી તો જાણવા મળ્યું કે એપ્રિલ મહિનાનો પગાર હજુ બાકી છે અને મે મહિનો અડધો પૂરો થવા છતાં કર્મચારીઓ પગાર ન મળતા આર્થિક રીતે ભાંગી પડ્યા છે.માટે પગાર નિયમિત થાય એવી માંગ છે .

(10:20 pm IST)