ગુજરાત
News of Tuesday, 17th May 2022

સબંધો શર્મસાર: સગીરાને માસીએ પોતાના પરિણીત મિત્ર પાસે મોકલી દુષ્કર્મ ગુજારવામાં મદદગારી કરી

અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં સંબંધોને લાંછન લગાડતો કિસ્સો: માતાએ ડૉક્ટર પાસે તપાસ કરાવતા સગીરાને સાત મહિનાનો ગર્ભ હોવાનું ખુલ્યું

અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં સંબંધોને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સગીર વયની કિશોરીને તેની જ માસીએ પોતાના પરિણીત મિત્ર પાસે મોકલી દુષ્કર્મ ગુજારવામાં મદદ કરાવની ફરિયાદ નોંધાઇ છે. જોકે સગીરાને શરીરમાં ફેરફાર દેખાતા માતાએ ડૉક્ટર પાસે તપાસ કરાવતા તેને સાત મહિનાનો ગર્ભ હોવાનું ખુલ્યું હતું. જેથી સગીરાની પૂછપરછ કરતા તેને પોતાની સાથે બનેલી ઘટના જણાવી હતી

  આ ઘટનાને પગલે પોલીસે સગીરાની માસી અને દુષ્કર્મ ગુજારનાર યુવકની ધરપકડ કરી છે. પરિણીત શખ્સે છૂટાછેડા લીધા છે અને પોલીસ પૂછપરછમાં સગીરાને પ્રેમજાળમાં ફસાવીને સગીરા સાથે બેવાર દુષ્કર્મ ગુજાર્યો હોવાનું કબૂલ્યું હતું. પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓની ધરપકડ કરી સગીરાને અને આરોપીને મેડિકલ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(8:40 pm IST)