ગુજરાત
News of Tuesday, 17th May 2022

સુરત:ચેક રિટર્નના કેસમાં આરોપી દંપતી પૈકી એકને અદાલતે એક વર્ષની સજાની સુનવણી કરી

સુરત:શહેરમાં  રૃા.57 હજારના ચેક રીટર્નના કેસમાં આરોપી દંપતિ પૈકી પતિને આજે એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ ચેતનકુમાર આર.મોદીએ દોષી ઠેરવી એક વર્ષની કેદ,ફરિયાદીને 57 હજાર વળતર ન ચુકવે તો વધુ 60 દિવસની કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે. ભેસ્તાન ખાતે ગણેશ એપાર્ટમેન્ટમાં રહેતા ફરિયાદી ધર્મેશકુમાર જયંતિલાલ રૃપાવાલા એ એપ્રિલ-2015માં મિત્રતાના સંબંધના નાતે ટેલરિંગનો ધંધો કરતાં આરોપી સ્નેહલકુમાર શશીકાંત કાપડીયા તથા તેમના પત્ની નીરાલીબેનને નાણાંકીય જરૃરિયાત પડતાં રૃ.60 હજાર હાથ ઉછીના આપ્યા હતા. જેના પેમેન્ટ પેટે આપેલા રૃ.57 હજારના કુલ બે ચેક રીટર્ન થતા કોર્ટમાં ફરિયાદ નોંધવાઇ હતી.  આજરોજ આ કેસની અંતિમ સુનાવણી બાદ કોર્ટે આરોપી આરોપી સ્નેહલકુમાર કાપડીયાને દોષી ઠેરવી સજાનો હુકમ કર્યો હતો.

(5:57 pm IST)