ગુજરાત
News of Tuesday, 17th May 2022

ગુજરાતમાં રાજકીય ગરમીનો પારો વધશે : રાહુલ આવતા મહિને ફરી આવશેઃ પ્રિયંકા મહિલા સંમેલન સંબોધશે

કોંગ્રેસ રાજયના ચાર ઝોનમાં ચુંટણીની તૈયારીઓ કરશે : બેઠકોનો ધમધમાટ

અમદાવાદ તા.૧૭: ગુજરાત વિધાનસભા ચૂંટણી આ વર્ષે અંતમાં યોજાનાર છે. તેવામાં તમામ પક્ષો તૈયારીમાં લાગી ગયા છે. ઉદયપુરમાં કોંગ્રેસની ચિંતન શિબીર બાદ પાર્ટી ગુેજરાત ચૂંટણી ઉપર વધુ ધ્‍યાન આપશે.
કોંગ્રેસ ગુજરાતના ઉત્તર, દક્ષીણ, મધ્‍ય અને સોૈરાષ્‍ટ્ર-કચ્‍છ ઝોનમાં ૪ બેઠકો કરશે. આ બેઠકમાં પૂર્વ રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ રાહુલ ગાંધીની સાથે મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ સામેલ થઇ શકે છે.
દાહોદમાં આદિવાસી સત્‍યાગ્રહ રેલી બાદ હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આવતા મહિને સૈંભવતઃ ૧૨ જુને દક્ષીણ ગુજરાતના દાંડીમાં રેલી કરશે. આ રેલીમાં દક્ષીણ ગુજરાતના જીલ્લાઓના કાર્યકરો  ભાગ લેશે. બીજી તરફ પ્રિયંકા પણ આ ક્ષેત્રમાં મહિલા અધિવેશનને સંબોધિત કરી શકે છે.કોંગ્રેસના એક વરિષ્‍ઠ નેતા મુજબ ચુંટણી તૈયારીઓને લઇને આ બેઠકો-કાર્યક્રમો જથઇ રહ્યાં છે. પાર્ટીના સુત્રો મુજબ ગુજરાત કોંગ્રેસ ચાર ઝોનમાં બેઠક કરી વિધાનસભા ચુંટણીની તૈયારીઓને લઇને કાર્યકરોમાં જોશ ભરવામાં આવશે.
આવતીકાલે સોૈરાષ્‍ટ્ર ઝોનની બેઠક રાજકોટમાં યોજાશે. દક્ષીણ ઝોનની સૃુરતમાં ર૧મીએ વડોદરામાં રર મીએ મધ્‍ય ઝોનની બેઠક અને ઉત્તર ઝોન માટે ૨૩મીએ મહેસાણામાં બેઠક યોજાશે.

 

(2:21 pm IST)