ગુજરાત
News of Tuesday, 17th May 2022

હોદ્દો મળ્યા બાદ વારંવાર સન્માન મળે તે જરૂરી નથી: હાર્દિક પટેલે જવાબદારી નિભાવી જોઈએ: મોઢવાડીયા

કોંગ્રેસ કામ કરવા અંગે કે આગેવાની કરવા માટે કોઈને રોકતુ નથી. કોઈએ બહાર જવું હોય તો તેમણે નિર્ણય કરી લેવો જોઇએ: અર્જુનભાઈ મોઢવાડિયાનું સૂચક નિવેદન

અમદાવાદ :  ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓ  એક બાદ એક નેતા હાર્દિક સામે આડકતરી રીતે પ્રહાર કરી રહ્યા છે અને શિસ્ત ભંગની કાર્યવાહીનો અંદેશો પણ આપી રહ્યા છે.હાર્દિક પટેલની નારાજગી મુદ્દે અર્જુનભાઈ  મોઢવાડિયાનું સૂચક નિવેદન સામે આવ્યું છે. તેમને સ્પષ્ટ રીતે વાત મૂકતાં કહ્યું છે કે કાર્યકરો કે આગેવાનોએ પોતાની લક્ષ્મણ રેખા ઓળંગવી જોઈએ નહીં. લક્ષ્મણ રેખામાં ન રહે તો પક્ષ કાર્યવાહી કરી શકે છે. કોંગ્રેસ પક્ષ દરેકને સુધારવાનો મોકો આપે છે. કોંગ્રેસ કામ કરવા અંગે કે આગેવાની કરવા માટે કોઈને રોકતુ નથી. કોઈએ બહાર જવું હોય તો તેમણે નિર્ણય કરી લેવો જોઇએ. હોદ્દો મળ્યા બાદ વારંવાર સન્માન મળે તે જરૂરી નથી. હાર્દિક પટેલે જવાબદારી નિભાવવી જોઈએ. 

(9:50 pm IST)