News of Tuesday, 16th January 2018
વિધાનસભાના પ્રોટેમ સ્પીકર તરીકે ડો,નીમાબેન આચાર્યની વરણી ;23મીએ ચૂંટાયેલા ધારાસભ્યોને શપથ લેવડાવશે
ગાંધીનગર :વિધાનસભાના પ્રોટેમ સ્પીકર તરીકે ડો. નીમાબહેન આચાર્ચની વરણી કરાઈ છે વિધાનસભાના કાયમી અધ્યક્ષની વરણી ન થાય ત્યાં સુધી ડો. નીમાબહેન વિધાનસભાના પ્રોટેમ સ્પીકર રહેશે. રાજ્યપાલ ઓ.પી. કોહલીએ એક જાહેરનામા દ્વારા આ વરણી કરી હતી.
પ્રોટેમ સ્પીકર નીમાબહેન આગામી ૨૩મીએ નવા ચૂંટાયેલા ધારાસભ્યોને શપથ લેવડાવશે.૨૩મી જાન્યુઆરીએ બપોરે ૧૨ વાગ્યે ર્સ્વિણમ સંકુલ-૧માં આવેલા સાબરમતી સભાગૃહ ખાતે બપોરે ૧૨ વાગ્યાથી નવા ધારાસભ્યો શપથ લેશે
(12:09 am IST)