ગુજરાત
News of Tuesday, 16th January 2018

તિરૂપતિ સાડીના માલિકની પત્નિએ આત્મહત્યા કરી

ડુમ્મસના મગદલ્લા રોડ ઉપર હીટ એન્ડ રનમાં ટ્રક હડફેટે મૃત્યુ પામનાર સુરતના તિરૂપતિ માલિક શ્રી આનંદ સુરેકાના પત્નિએ આજે આપઘાત કરી લેતા ખળભળાટ મચી ગયો છે : તિરૂપતિ સાડીના માલિકનું ત્રણ દિવસ પહેલા અકસ્માતમાં મોત નિપજ્યુ હતું : આનંદ સુરેકાના પત્નિ શ્વેતાએ પતિના આઘાતમાં પાંચમા માળેથી કૂદીને આપઘાત કરી લેતા બે બાળકોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે : બનાવની ભારે ગમગીની છવાઈ છે.

(2:07 pm IST)