ગુજરાત
News of Wednesday, 16th September 2020

સુરતના પાંડેસરા સહીત લીંબાયત વિસ્તારમાં એક્સિસ બેંકના એટીએમ સેન્ટરમાંથી કાર્ડ રીડર ચોરી કરતી ટોળકીએ વધુ એક એટીએમને નિશાન બનાવતા પોલીસે તપાસ હાથ ધરી

સુરત: શહેરના પાંડેસરા, ઉધના અને લિંબાયત વિસ્તારમાં સક્રિય એક્સીસ બેંકના એટીએમ સેન્ટરમાંથી એટીએમ કાર્ડ રીડર ચોરી કરતી ટોળકીએ વધુ એક એટીએમ સેન્ટરને નિશાન બનાવ્યું છે.

છેલ્લા ત્રણ મહિનામાં 6થી વધુ એટીએમ સેન્ટરને નિશાન બનાવનાર ટોળકીએ  પાંડેસરા સ્થિત શ્યામ હોસ્પિટલની સામે દેવીદર્શન સોસાયટીમાં શેરી નં. 4 માં પ્લોટ નં. 152માં આવેલી એટીએમ સેન્ટરમાં એટીએમ કાર્ડ રીડર કિંમત રૂા. 25 હજારની મત્તાનું ચોરીને ફરાર થઇ ગયા હતા. 

ઘટના અંગે અનુપકુમાર રજનીકાંત પટેલ (રહે. કુંજગલી, પારસ પોલીસ ચોકી સામે, કતારગામ) એ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. 

(5:05 pm IST)