ગુજરાત
News of Wednesday, 16th September 2020

વડોદરા નજીક કેનાલમાં ડૂબી ગયેલ ત્રણ યુવકો પૈકી બેનો બચાવ: એકની શોધખોળ શરૂ

વડોદરા: નજીક કેનાલમાં ડૂબી ગયેલા ત્રણ યુવકો પૈકી બે યુવકોનો બચાવ થયો વધુ જ્યારે ત્રીજા લાપત્તા યુવકને શોધવા માટે ફાયરબ્રિગેડની મદદ લેવાઈ છે.

ડભોઇ તાલુકાના તેન તળાવ ગામ પાસે રેલવેનું કામકાજ ચાલતું હોવાથી કામ કરવા આવેલા ત્રણ યુવકો ગઈકાલે બપોરે તેને તળાવ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં 10થી 12 ફૂટ ઊંડા પાણીમાં નાહવા પડ્યા હતા ત્યારે ત્રણેય જણા પાણીના વહેણમાં તણાયા હતા.

આ વખતે કિનારા નજીક નાહી રહેલા બે યુવકો માંડ માંડ બહાર આવી શક્યા હતા. જ્યારે અનિલ વાઘેલા રહે ખોડીયાર નગર અમદાવાદ નામનો યુવક લાપતા છતાં તેની શોધખોળ માટે વડોદરા ફાયરબ્રિગેડની મદદ લેવામાં આવી છે.

પ્રાથમિક વિગતો મુજબ લાપતા થયેલો યુવક તરવૈયો હતો. તેમ છતાં તેનો પતો લાગ્યો નથી. જ્યારે બચી ગયેલા બંને યુવકોને તરતાં આવડતું ન હતું છતાં તેઓ સુરક્ષિત રીતે બહાર આવી ગયા હતા.

(5:03 pm IST)