ગુજરાત
News of Wednesday, 16th September 2020

કોરોના પેશન્ટની દરેક એમ.ડી.ડોકટરની હોસ્પિટલમાં સારવારની મંજુરી મળવી જોઇએ

ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા મુખ્યમંત્રીને પત્ર પાઠવાયો

રાજકોટ,તા. ૧૬: ગુજરાતનાં અને રાજકોટના અસંખ્ય એમ.ડી. ડોકટર જે કોવીડ પેશન્ટની સારવાર કરવા કવોલીફાઇડ છે અને તેમને પોતાની હોસ્પિટલ છે. તેવા તમામને સરળ મંજુરી આપવાથી હાલની કોરોના મહામારીમાં પેશન્ટ હોસ્પિટલમાં સારવાર લઇ શકાશે. તેવો ગુજરાત બાર કાઉન્સિલે મુખ્યમંત્રીશ્રીને પત્ર પાઠવેલ છે.

ગુજરાતમાં મેડીકલ સાયન્સ મુજબ દરેક કવોલીફાઇડ એમ.ડી. ડોકટર કોવીડની સારવાર કરી શકે છે અને તેમને પોતાની હોસ્પિટલો છે. અને તેમની હોસ્પિટલમાં સુવિધા છે. ઓકસીઝન, વેન્ટીલેટર લાઇન મુજબ સારવાર કરવા માટે મંજુરી લેવી પડે છે. તેની પ્રોસીઝર ખુબ લાંબી છે. સરકારમાંથી કલેકટરને અને કલેકટર નીરીક્ષણ કર્યા બાદ લાંબા સમયે મંજુરી મળે છે જેના અભાવે આવા એમ.ડી.ડોકટરો કોરોના પેશન્ટ દર્દીઓની સારવાર કરવાથી વંચીત રહે છે.

આવી અનેક હોસ્પિટલો અને તેના બેડો ખાલી પડેલ છે. માત્ર મંજુરીવાળી લીમીટેડ હોસ્પિટલમાં બેડ ખાલી નથી.  જેના હિસાબે કોવીડના દર્દીઓને ઓકસીઝન, વેન્ટીલેટર વાળા બેડો મળતા નથી અને રાજકોટ અને ગુજરાતમાં મૃત્યુનું પ્રમાણ વધેલ છે. તેથી ઉપર મુજબની સુવિધા શરૂ કરવામાં આવે તો દર્દીઓને સારવાર મળી રહેશે. તેમ બાર.ના પૂર્વ ચેરમેન દિલીપભાઇ પટેલની યાદીમાં જણાવાયું છે.

(2:45 pm IST)