ગુજરાત
News of Tuesday, 16th January 2018

૨૬મીએ હાર્દિક પટેલ મુંબઇમાં

સંવિધાન બચાવો પદયાત્રામાં જોડાશેઃ સેના દિવસે સૈનિકોને સલામ કરીઃ કચ્છ અકસ્માતમાં ભોગ બનેલાને શ્રધ્ધાંજલિ અર્પી

અમદાવાદ તા. ૧૬ : પાસના સુપ્રીમો હાર્દિક પટેલ પ્રજાસતાક દિને મુંબઈમાં આયોજિત સંવિધાન બચાવો પદયાત્રામાં જોડાશે. પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ બાદ ફરી લડત તેજ કરી છે. હાર્દિક પટેલે જણાવ્યું હતું કે ૨૬ જાન્યુઆરીએ મુંબઇમાં આયોજીત સંવિધાન બચાવો પદયાત્રામાં ભાગ લઇશ.હાર્દિક પટેલે કહ્યું કે 'મારૂ હિન્દુસ્તાન છે અને આપણા બધાનું હિન્દુસ્તાન રાખવું છે તો બધાએ અવાજ ઉઠાવવો પડશે. દૂરથી જોતા રહેશે તો ખોટા લોકો આપણા પર રાજ કરશે. હું દમ લગાવીને બોલીશ અને સત્યના આધારે બોલીશ.'

 

હાર્દિક પટેલે આજે મધ્યપ્રદેશના ખેડૂતો સાથે મુલાકાત પણ કરી હતી. હાર્દિક પટેલે  સેના દિવસ પર ટ્વિટ કર્યુ છે કે ભારતીય સેના દિવસ પર તે વીર સૈનિકોને સલામ જે દેશ માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દે છે અને મુશ્કેલ પરિસ્થિતિઓમાં આપણી સુરક્ષા કરે છે.

હાર્દિક પટેલે સૌરાષ્ટ્રના જેતપુરના ૯ પાટીદાર યુવકોના અકસ્માતમાં મોત અંગે ટ્વિટ કર્યું છે કે, જેતપુર તાલુકાના મોટા ગુંદાળા ગામના ૯ યુવાનો ને કચ્છમાં ગંભીર અકસ્માત થતા મૃત્યુ પામ્યા છે તેને શ્રધ્ધાંજલિ અર્પી હતી.

(1:06 pm IST)