ગુજરાત
News of Friday, 15th December 2017

કાલે શ્રી કમલમ'માં પ્રદેશ ભાજપની વ્યવસ્થા બેઠક :પ્રદેશ પ્રમુખ, પ્રભારી, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સંગઠન મહામંત્રી રહેશે ઉપસ્થિત

રાજ્યની 182 બેઠકોના ચૂંટણી એજન્ટો,ઇન્ચાર્જ અને અગ્રણીઓ સાથે યોજાશે બેઠક

અમદાવાદ :ભાજપના પ્રદેશ પ્રવકતા ડો,જગદીશ ભાવસારના જણાવ્યા મુજબ કાલે તા;16મીએ કમલમ ખાતે ભાજપની મહત્વપૂર્ણ બેઠક મળવા જઈ રહી છે.પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીની અધ્યક્ષતામાં યોજાનાર બેઠકમાં પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્રભાઈ યાદવ, મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ,સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા સહિતના ભાજપના હોદ્દેદારો હાજર રહેશે.

પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે સાંજે 5 વાગ્યે યોજાનાર બેઠકમાં 182 વિધાનસભા બેઠકના આચારસંહિતા ઈન્ચાર્જ અને વિધાનસભા ચૂંટણી એજન્ટ સાથે ચર્ચા કરવાં આવશે. મતગણતરી અને વ્યવસ્થા અંગે પણ બેઠકમાં ચર્ચા થઈ શકે છે.

(9:03 pm IST)