ગુજરાત
News of Monday, 15th August 2022

દૂધસાગર ડેરીએ પશુપાલકોને આપી મોટી ભેટ : ખરીદ ભાવમાં કિલો ફેટે 10 રૂપિયાનો વધારો કર્યો

અગાઉ પશુપાલકોને એક કિલો ફેટના 720 રૂપિયા મળતા હતા. હવે પશુપાલકોને દૂધસાગર ડેરી દ્વારા કિલોફેટે 730 રૂપિયા અપાશે.

અમદાવાદ ; આઝાદી કા અમૃત મહોત્સવને લઈ દૂધસાગર ડેરી દ્વારા પશુપાલકોને મોટી ભેટ આપવાં આવી છે. પશુપાલકોના દૂધના ભાવમાં કિલો ફેટે 10 રૂપિયાનો વધારો કરાયો છે. જેને લઈને પશુપાલકોમાં ખુશીની લહેર પ્રસરી છે

ગુજરાત સહિત સમગ્ર દેશમાં સ્વતંત્ર દિવસની હર્ષોલ્લાસથી ઉજવણી થઈ રહી છે. ત્યારે રાજ્યની દૂધસાગર ડેરીએ પશુપાલકોને મોટી ભેટ આપી છે. દૂધસાગર ડેરીએ પશુપાલકોના દૂધના ખરીદી ભાવમાં વધારો કર્યો છે. પશુપાલકોના દૂધના ભાવમાં કિલો ફેટે 10 રૂપિયાનો વધારો કરાયો છે. અગાઉ પશુપાલકોને એક કિલો ફેટના 720 રૂપિયા મળતા હતા. હવે પશુપાલકોને દૂધસાગર ડેરી દ્વારા કિલોફેટે 730 રૂપિયા અપાશે. આ નવો ભાવ 21મી ઓગસ્ટથી અમલમાં મુકવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે અગાઉ જૂન મહિનામાં પણ દૂધ સાગર ડેરીએ ખરીદ ભાવમામાં 10 રૂપિયાનો વધારો કર્યો હતો. દૂધસાગર ડેરીની સાધારણ સભામાં પશુપાલકોને કીલો દૂધ ફેટમાં રૂપિયા 10નો વધારો તેમજ 321 કરોડનો નફો ભાવ વધારા ફેર આપવાની જાહેરાત કરતા ખેડૂતો અશુપલકોમાં ભારે ખુશી જોવા મળી હતી.

(11:00 pm IST)