ગુજરાત
News of Monday, 15th August 2022

અમદાવાદ SOGએ નશાકારક દવા સાથે આરોપીની ધરપકડ કરી: 446 બોટલ કપ શિરપની બોટલ જપ્ત

આરોપી સારીક ઉર્ફે બાલી શેખ સલમાન ઉર્ફે શાહરૂખ શેખ અગાઉ લૂંટ અને ચોરીના ગુનામાં ઝડપાયો હતો

અમદાવાદમાં નશાકારક દવાઓનું સેવન વધી રહ્યુ છે. ત્યારે અમદાવાદ એસઓજીએ નશાકારક દવા સાથે આરોપીની ધરપકડ કરી હતી. એસઓજીએ 446 બોટલ કપ શિરપ પણ કબ્જે કરી છે. આરોપીનું નામ સારીક ઉર્ફે બાલી શેખ સલમાન ઉર્ફે શાહરૂખ શેખ છે. આરોપી સારીક અગાઉ લૂંટ અને ચોરીના ગુનામાં ઝડપાયો હતો.

અમદાવાદ એસઓજીની કસ્ટડીમાં રહેલા આરોપીની એસ.ઓ.જી.એ 446 નંગ કફ સિરપની બોટલો સાથે ઝડપી પાડયો છે. આરોપીઓના ઘરમાંથી મળી આવેલી કફ સિરપ મામલે પૂછપરછ કરતા અન્ય એક મુખ્ય આરોપીનું નામ સામે આવ્યું છે જે હજી ફરાર છે. મુજફ્ફર ઉર્ફે બટુક મોહમદ હુસેન શેખ નામનો આરોપી કફ સિરપનો જથ્થો લાવતો હોવાની કબૂલાત કરી છે. સાથે જ આરોપી દરેક વખતે મોટો જથ્થો લાવી છુટકમા વેચાણ કરતો હોવાનુ પણ સામે આવ્યુ છે.

ઝડપાયેલા આરોપીની પુછપરછ કરતા સામે આવ્યુ કે આરોપી રિક્ષા ડ્રાઇવીંગ કરતો હતો અને પોતે પણ કોડેઈન કફ સિરપનો બંધાણી છે. આરોપી પોતાની પણ નશાની લત પુરી કરતા અને વેચાણ પણ કરતો હતો. એસઓજીએ કફ સિરપની હેરાફેરી અંગે પુછપરછ કરતા સામે આવ્યુ કે અગાઉ પણ તે કફ સિરપની હેરાફેરી કરી ચુક્યો છે.

(10:48 pm IST)