ગુજરાત
News of Monday, 15th August 2022

રાજપીપળામાં મીતગ્રુપનાં પ્રમુખ જીગ્નેશભાઈનાં નેજા હેઠળ કોમી એકતાનાં પ્રતીક સાથે તિરંગા રેલી નિકળી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : દેશની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે ઉજવાઇ રહેલા આઝાદીકા અમૃત મહોત્સવના ભાગરૂપે નર્મદા જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનો અનેરો ઉત્સાહ દેખાઈ રહ્યો છે. પીએમ મોદીના નેતૃત્વમાં શરૂ કરાયેલા "હર ઘર તિરંગા" અભિયાનમાં નર્મદા જિલ્લાના નાગરિકો ખૂબજ ઉત્સાહભેર જોડાયા છે. શહેર અને ગામેગામ ફળિયે-ફળિયે લોકોએ પોતાના ઘર, દુકાન, કાર્યસ્થળ જાહેર મિલ્કતો, ગ્રામ્ય વિસ્તારોમાં અને જિલ્લાની વિવિધ સરકારી મિલ્કતો ઉપર રાષ્ટ્રધ્વજ લહેરાવી "હર ઘર તિરંગા" અભિયાનને ઠેર ઠેર નાગરિકો વધાવી રહ્યાં છે.

સમગ્ર જિલ્લો હાલ આઝાદીના પર્વની ઉજવણીના રંગે રંગાયો હોય તેવો માહોલ જોવા મળી રહ્યોં છે.ત્યારે આજરોજ સ્વાતંત્ર્ય પર્વના દિવસે રાજપીપળા ખાતે મિત ગ્રૂપના પ્રમુખ જીગ્નેશભાઇ ની આગેવાનીમાં એક ભવ્ય રેલી નિકળી જેમાં મિત ગ્રૂપના હોદેદારો અને સભ્યો હાજર રહ્યા હતા.

(10:06 pm IST)